VIDEO: કેએલ રાહુલે IPLમાં રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો
ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન અને દિલ્હી કેપિટલ્સ (DC) ના ઓપનર કેએલ રાહુલે IPL ઈતિહાસમાં એક એવો અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે જે આજ સુધી કોઈ બેટ્સમેન નથી બનાવી શક્યો. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમાયેલી મેચમાં રાહુલે માત્ર 23 રનની ટૂંકી ઈનિંગ રમી હતી, પરંતુ આ ઈનિંગ સાથે તેણે એક ખાસ ક્લબમાં સ્થાન મેળવ્યું છે.
ભરોસાપાત્ર ખેલાડી છે રાહુલ
કેએલ રાહુલ IPLના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેનો પૈકીનો એક છે. ઓપનિંગ હોય, વિકેટકીપિંગ હોય કે કેપ્ટનશિપ, તેણે દરેક ભૂમિકામાં પોતાની જાતને સાબિત કરી છે. શુક્રવારે (8 મે) અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તેણે એક એવો રેકોર્ડ બનાવ્યો જે તેની સાતત્યતા અને ક્ષમતાનો પુરાવો આપે છે.
ત્રણ અલગ ફ્રેન્ચાઇઝી માટે 1000+ રન
કેએલ રાહુલ IPL ઈતિહાસનો એવો પ્રથમ બેટ્સમેન બની ગયો છે જેણે ત્રણ અલગ-અલગ ફ્રેન્ચાઇઝી માટે 1000 કે તેથી વધુ રન બનાવ્યા હોય. તેની આ સફર રસપ્રદ છે.
પંજાબ કિંગ્સ (PBKS): 2548 રન.
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG): 1410 રન.
દિલ્હી કેપિટલ્સ (DC): 1006 રન.
દિલ્હી કેપિટલ્સ માટે સૌથી ઝડપી 1000 રન
રાહુલે માત્ર રનનો આંકડો જ પાર નથી કર્યો, પરંતુ તે દિલ્હી કેપિટલ્સ માટે સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે આ સિદ્ધિ માત્ર 23 ઈનિંગ્સમાં હાંસલ કરી છે. આ પહેલા દિલ્હી માટે આ રેકોર્ડ જેપી ડુમિની અને રિષભ પંતના નામે હતો, જેમણે 35-35 ઈનિંગ્સ લીધી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. રાહુલની ઈનિંગ પાંચમી ઓવરમાં કાર્તિક ત્યાગીના સ્લોઅર બોલ પર સમાપ્ત થઈ હતી, જ્યાં કેમેરોન ગ્રીને તેનો કેચ ઝડપ્યો હતો. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે વિપ્રજ નિગમ અને મુકેશ કુમારને તક આપી હતી.

