Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : This star player can become the captain of Team India in T20

VIDEO: સૂર્યકુમાર યાદવને બદલે શ્રેયસ અય્યર નહીં, આ સ્ટાર ખેલાડીને સોંપાઈ શકે છે T20 ટીમની કમાન

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતીય T20 ટીમના સુકાનીપદને લઈને હાલ ક્રિકેટ જગતમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. અહેવાલો મુજબ, સૂર્યકુમાર યાદવના સ્થાને નવા કેપ્ટનની નિમણૂક થઈ શકે છે. તાજેતરના અહેવાલો અનુસાર, સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મને જોતા પસંદગીકારો તેને સુકાનીપદેથી હટાવવા અંગે વિચારણા કરી રહ્યા છે. અગાઉ શ્રેયસ અય્યરનું નામ ચર્ચામાં હતું, પરંતુ હવે સંજૂ સેમસનનું નામ કેપ્ટન તરીકે મજબૂત રીતે ઉભરી આવ્યું છે.

App Store

શા માટે સંજૂ સેમસન પ્રથમ પસંદગી?

અહેવાલો મુજબ, આગામી આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે સંજૂ સેમસનને ટીમની કમાન સોંપાઈ શકે છે. સેમસનને કેપ્ટન બનાવવા પાછળનું મુખ્ય કારણ તેનું સાતત્યપૂર્ણ પ્રદર્શન છે. તેણે T20 વર્લ્ડ કપ 2026માં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તે 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' પણ રહ્યો હતો. સેમસને ભારત માટે 62 T20 મેચોમાં 1399 રન બનાવ્યા છે અને વર્લ્ડ કપની નોકઆઉટ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

શ્રેયસ અય્યરની મુશ્કેલી

શ્રેયસ અય્યરે IPLમાં પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે પ્રભાવશાળી દેખાવ કર્યો છે અને ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. જોકે, તેણે ભારત માટે છેલ્લી T20 મેચ 2023માં રમી હતી. લાંબા સમયથી T20 સેટઅપનો હિસ્સો ન હોવાને કારણે પસંદગીકારો તેમને સીધી કપ્તાની સોંપવા માટે એકમત નથી.

સૂર્યા કપ્તાની જાળવી રાખશે તો?

જો પસંદગીકારો સૂર્યકુમાર યાદવ પર વિશ્વાસ જાળવી રાખે અને તેને આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરે, તો તે કપ્તાની ચાલુ રાખશે. આ સ્થિતિમાં, સંજૂ સેમસનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે, કારણ કે વર્લ્ડ કપમાં વાઈસ કેપ્ટન રહેલા અક્ષર પટેલનું IPL પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.