Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026 RR vs GT match preview

VIDEO: RR vs GT / રાજસ્થાન રોયલ્સથી આગળ નીકળવા માંગશે ગુજરાત ટાઈટન્સ, આજે જયપુરમાં થશે ટક્કર

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આત્મવિશ્વાસથી ભરપૂર ગુજરાત ટાઈટન્સ આજે (9 મે) IPL 2026ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે ત્યારે તે પોતાનો વિજય ક્રમ ચાલુ રાખવા અને પોઈન્ટ્સ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે પ્રયત્ન કરશે. રાજસ્થાન અને ગુજરાત બંને અત્યાર સુધી 10 મેચમાંથી છ જીત અને ચાર હાર સાથે એક સરખી સ્થિતિમાં છે.

App Store

રોયલ્સ સારી નેટ રન રેટ (0.510) ને કારણે ગુજરાતથી આગળ છે. જોકે, ગુજરાતે સતત ત્રણ મેચ જીતી છે અને ટોપ ચારમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રોયલ્સે તેની છેલ્લી પાંચ મેચમાંથી ત્રણ મેચ ગુમાવી છે.

બંને ટીમો 4 એપ્રિલે ટકરાઈ હતી

દિલ્હી કેપિટલ્સ સામેની તેની પાછલી  મેચમાં, રોયલ્સે કેપ્ટન રિયાન પરાગના 90 રનની મદદથી છ વિકેટે 225 રન બનાવ્યા હતા, પરંતુ તેના બોલર્સ સ્કોર ડિફેન્ડ કરવામાં અસમર્થ રહ્યા હતા. આ સતત બીજી વખત હતું જ્યારે રોયલ્સ 220થી ઉપરનો સ્કોર ડિફેન્ડ કરવામાં નિષ્ફળ ગયું.

રાજસ્થાન પાસે વૈભવ સૂર્યવંશી (404 રન), યશસ્વી જયસ્વાલ (312) અને ધ્રુવ જુરેલ (290) જેવા બેટ્સમેનોથી મજબૂત ટોપ-ઓર્ડર હોવા છતાં, તેના મિડલ અને લોઅર ઓર્ડરના બેટ્સમેનોએ અપેક્ષા મુજબ પ્રદર્શન નથી કર્યું.

આ બેટ્સમેનોમાં, ફક્ત ડોનોવન ફેરેરા (229) 150 કે તેથી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે. ધ્રુવ જુરેલ રોયલ્સની બેટિંગનો મહત્ત્વપૂર્ણ ભાગ છે, પરંતુ તે અપેક્ષિત ગતિએ સ્કોર નથી કરી શક્યો. છેલ્લી ત્રણ ઈનિંગ્સમાં ત્રીજા નંબર પર બેટિંગ કરતા, જુરેલે 30 બોલમાં 42 રન, 20 બોલમાં 16 રન અને 30 બોલમાં 42 રન બનાવ્યા છે.

આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે સુધારાની જરૂર છે, કારણ કે ટુર્નામેન્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ સ્કોર સુરક્ષિત નથી. વર્તમાન IPL સિઝન બોલર્સ માટે સારી નથી રહી અને રોયલ્સે તેની બોલિંગ સમસ્યાઓનો ઉકેલ લાવવાની જરૂર પડશે, ખાસ કરીને મધ્ય ઓવરોમાં.

યોગ્ય સમયે તેમની લય શોધી કાઢી

ગુજરાત ટાઈટન્સ યોગ્ય સમયે તેમની લય શોધીને ખુશ થશે. કેપ્ટન શુભમન ગિલ (378 રન) ના પ્રદર્શનમાં નિરંતરતા રહી છે અને તેને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ રહેશે. સાઈ સુધરસન (385) પણ પોતાના ફોર્મનો લાભ લેવાનો પ્રયાસ કરશે, તેણે છેલ્લી ચાર ઈનિંગ્સમાં બે અડધી સદી અને એક સદી ફટકારી છે. જોસ બટલર (335) નિરંતરતા જાળવી રાખતા, ગુજરાતનો ટોપ ઓર્ડર ખૂબ જ મજબૂત દેખાય છે.

તેની પાસે લોઅર ઓર્ડરમાં સારા ફિનિશર્સ પણ છે જે મુશ્કેલ પરિસ્થિતિઓને સંભાળવામાં માહેર છે. ગુજરાતની બોલિંગ પણ સારી છે. કાગીસો રબાડા (16 વિકેટ) ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી રહ્યો છે. ટીમ રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા (12) અને મોહમ્મદ સિરાજ (11) ની ફાસ્પીટ બોલિંગ ત્રિપુટીના પ્રદર્શનથી ખુશ થશે. સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 220થી વધુના સ્કોરનો બે વખત સફળતાપૂર્વક ચેઝ કરવામાં આવ્યો છે, તેથી ટોસ જીતનારી ટીમ પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કરશે.

IPL 2026 માટે બંને ટીમો

રાજસ્થાન રોયલ્સઃ રિયાન પરાગ (કેપ્ટન), અમન રાવ, શુભમ દુબે, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, રવિ સિંહ, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, બ્રિજેશ શર્મા, નાંદ્રે બર્ગર, તુષાર દેશપાંડે, ક્વેના મ્ફાકા, એડમ મિલ્ને, સુશાંત મિશ્રા, વિગ્નેશ પુથુર, રવિ બિશ્નોઈ, સંદીપ શર્મા, કુલદીપ સેન, યશરાજ પુંજા, યુદ્ધવીર સિંહ.

ગુજરાત ટાઇઈટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), અનુજ રાવત, જોસ બટલર (વિકેટકીપર), કોનર એસ્ટરહુઇઝન, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), બી સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, જેસન હોલ્ડર, ગ્લેન ફિલિપ્સ, રાશિદ ખાન, નિશાંત સિદ્ધુ, માનવ સુથાર, રાહુલ તેવતિયા, વોશિંગ્ટન સુંદર, અરશદ ખાન, અશોક શર્મા, ગુરનુર બરાર, કુલવંત ખેજરોલિયા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કાગીસો રબાડા, આર સાઈ કિશોર, ઈશાંત શર્મા, લ્યુક વુડ, જયંત યાદવ.