Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Gautam Gambhir recommends former player as India's first specialist spin bowling coach

VIDEO: ભારતીય ટીમમાં પહેલી વખત થઈ શકે છે સ્પેશિયાલિસ્ટ સ્પિન બોલિંગ કોચની નિમણુક, ગંભીરે આ દિગ્ગજનું નામ સૂચવ્યું

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં ટૂંક સમયમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સમક્ષ સ્પેશિયાલિસ્ટ સ્પિન બોલિંગ કોચની નિમણૂક કરવાની ભલામણ કરી છે. ગંભીરે આ મહત્ત્વની ભૂમિકા માટે પૂર્વ ભારતીય સ્પિનર સાઈરાજ બહુતુલેનું નામ સૂચવ્યું છે.

App Store

પ્રથમ વખત સ્પિન બોલિંગ માટે વિશેષ કોચની નિમણૂક થશે

જો ગૌતમ ગંભીર (Gautam Gambhir) ની ભલામણને મંજૂરી મળશે તો ભારતીય ટીમના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પિન બોલિંગ માટે અલગ વિશેષ કોચની નિમણૂક કરવામાં આવશે. વર્તમાન સમયમાં ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં મોર્ને મોર્કેલ ફાસ્ટ બોલિંગ કોચ અને સિતાંશુ કોટક બેટિંગ કોચ તરીકે સેવા આપી રહ્યા છે પરંતુ સ્પિન વિભાગ માટે કોઈ અલગ નિષ્ણાત નથી. સાઈરાજ બહુતુલે ભારત તરફથી 2 ટેસ્ટ અને 8 ODI રમી ચૂક્યો છે. તેનું આંતરરાષ્ટ્રીય કરિયર ભલે ટૂંકું રહ્યું હોય પરંતુ ઘરેલું ક્રિકેટ અને કોચિંગ ક્ષેત્રે તેની ઘણી પ્રતિષ્ઠા છે.

દ્રવિડ પણ બહુતુલેની કોચિંગ ક્ષમતાથી પ્રભાવિત

સાઈરાજ બહુતુલે (Sairaj Bahutule) લાંબા સમયથી નેશનલ ક્રિકેટ એકેડેમી સાથે જોડાયેલો છે અને રણજી ટીમો તેમજ IPLમાં પંજાબ કિંગ્સના સ્પિન-બોલિંગ કોચ તરીકેની પણ ભૂમિકા નિભાવી રહ્યો છે. અગાઉ પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) બહુતુલેની કોચિંગ ક્ષમતાથી પ્રભાવિત હતો અને તેના કહેવા પર બહુતુલે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023 અને શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં સામેલ થયો હતો. ગૌતમ ગંભીર હવે સ્પિન વિભાગને વધુ મજબૂત કરવા માટે તેને કાયમી ધોરણે ટીમ સાથે જોડવા માંગે છે.