Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Yuzvendra Chahal vaping in flight video went viral

VIDEO: રિયાન પરાગ બાદ હવે યુઝવેન્દ્ર ચહલ વેપિંગ કરતો જોવા મળ્યો, ફ્લાઈટના નિયમોનું કર્યું ઉલ્લંધન

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ક્રિકેટના મેદાન પર પોતાની ચપળતા અને ફિરકીથી બેટ્સમેનોને નચાવનાર સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અત્યારે એક ગંભીર વિવાદમાં ફસાયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચહલ હવામાં ઉડતી ફ્લાઈટની અંદર ઈ-સિગારેટ (Vape) પીતો જોવા મળી રહ્યો છે.

App Store

પંજાબ કિંગ્સની મોટી ભૂલ અને વીડિયો વાયરલ

આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પંજાબ કિંગ્સની ટીમ IPL મેચ માટે એક શહેરથી બીજા શહેરમાં પ્રવાસ કરી રહી હતી. પંજાબ કિંગ્સે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટીમ ટ્રાવેલનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ચહલ અજાણતામાં બેકગ્રાઉન્ડમાં રેકોર્ડ થઈ ગયો હતો. વીડિયોમાં તે પોતાના હાથમાં વેપ જેવી વસ્તુ પકડીને તેનો ધુમાડો કાઢતો સ્પષ્ટ જોઈ શકાય છે.

પંજાબ કિંગ્સે વીડિયો હટાવ્યો

જેવી પંજાબ કિંગ્સની સોશિયલ મીડિયા ટીમને આ મોટી ભૂલનો અહેસાસ થયો, તેમણે તરત જ વીડિયો હટાવી દીધો. પરંતુ, ત્યાં સુધીમાં ઘણા યુઝર્સે આ વીડિયો ડાઉનલોડ કરી લીધો હતો અને તે ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો હતો. હવે ચહલને ભારે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.

ફ્લાઈટ સુરક્ષા અને કાયદાનું ઉલ્લંઘન

ફ્લાઈટની અંદર ધૂમ્રપાન અથવા ઈ-સિગારેટનો ઉપયોગ કરવો એ માત્ર નિયમોની વિરુદ્ધ જ નથી, પરંતુ તે એક ગંભીર ગુનો છે. વિમાનની અંદર ઈલેક્ટ્રોનિક સિગારેટ કે વેપ લઈ જવું અને તેનો ઉપયોગ કરવો આગ લાગવાનો મોટો ખતરો ઉભો કરે છે, જે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકી શકે છે. ચહલ જેવા સિનિયર અને જવાબદાર ખેલાડી પાસેથી આ પ્રકારની બેદરકારીની અપેક્ષા કોઈને નહતી. વીડિયો વાયરલ થયા બાદ DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) ના નિયમોના ઉલ્લંઘન અંગે સવાલો ઉઠી રહ્યા છે. જો આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાય છે, તો ચહલને કાનૂની કાર્યવાહી અથવા નો ફ્લાય લિસ્ટમાં મૂકવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

રિયાન પરાગ પછી હવે ચહલ

ઈ-સિગારેટ વિવાદમાં ચહલ એકલો નથી. તાજેતરમાં જ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન રિયાન પરાગ પણ આ જ પ્રકારની સ્થિતિમાં ફસાઈ ચૂક્યો છે. એક મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં પરાગ ઈ-સિગારેટનો કશ લેતા કેમેરામાં કેદ થયો હતો. BCCIએ રિયાન પરાગ પર તેની મેચ ફીના 25% દંડ પણ લગાવ્યો હતો. પરાગ પછી હવે ચહલનું નામ આ લિસ્ટમાં જોડાવું એ BCCI માટે ચિંતાનો વિષય બની ગયો છે. કરોડો યુવાનોના રોલ મોડેલ હોવાને નાતે, જાહેર સ્થળો અને ખાસ કરીને ફ્લાઈટ જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં આવી હરકતો કરવાથી દુર રહેવું જોઈએ.