Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Prince Yadav stuns Virat Kohli for duck using batters own advice

VIDEO: કોહલીએ બોલરને આપેલી સલાહ પોતાને જ ભારે પડી, વિરાટને શૂન્ય પર આઉટ કર્યા બાદ પ્રિન્સ યાદવે કર્યો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : X/IPL

શું તમે જાણો છો કે, IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમી રહેલા વિસ્ફોટ બેટર વિરાટ કોહલી સાથે ગજબની ઘટના બની છે. વાસ્તવમાં કોહલીએ લખનૌ સુપર જાયન્ટ્સના બોલર પ્રિન્સ યાદવને વિકેટ લેવા માટે મહત્ત્વનું જ્ઞાન આપ્યું હતું, જોકે હવે આ જ્ઞાન કોહલીને જ ભારે પડ્યું હોય તેવું જોવા મળ્યું છે.

App Store

પ્રિન્સે કોહલીને લઈ ચોંકાવનારો ખુલાસો કર્યો

ગઈકાલે બેંગલુરુ અને લખનૌ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં પ્રિન્સ યાદવે કોહલીને શૂન્ય રને આઉટ કરી તરખાટ મચાવી દીધો છે. લખનૌની ટીમ આ મેચ જીતી ગઈ હતી, જોકે પછી પ્રિન્સ યાદવે કોહલીને લઈને રસપ્રદ અને જોરદાર ખુલાસો કર્યો છે. કોહલીએ પ્રિન્સને જે સલાહ આપી હી, તે જ સલાહનો ઉપયોગ તેણે કોહલી સામે કર્યો છે.

વિરાટભાઈએ મને સલાહ આપી હતી: પ્રિન્સ

કોહલીની વિકેટ લેવા પર પ્રિન્સ યાદવે કહ્યું કે, "અગાઉ મેચ બાદ મેં વિરાટભાઈ સાથે વાતચીત કરી હતી અને તેમણે મને સલાહ આપી હતી કે, જો બોલ એક લેન્થ પર ટર્ન થઈ રહી હોય છે, તો ત્યાં સુધી એ જ લેન્થ પર બોલિંગ કરતા રહો." પછી પ્રિન્સે કોહલીની સલાહ ખૂબ ધ્યાનથી માની અને તેણે બેંગલુરુ વિરુદ્ધની મેચમાં સલાહનો ઉપયોગ કર્યો. 

પ્રિન્સની બોલિંગમાં બીજા જ બોલે કોહલી ક્લિન બોલ્ડ

જ્યારે કોહલી ક્રિઝ આપ્યો ત્યારે પ્રિન્સ યાદવ બોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન કોહલીએ પ્રિન્સનાની પ્રથમ બોલને સન્માન આપ્યું. તેનો બોલ ખૂબ ટર્ન થતો હતો. પછી તેણે પોતાની લેન્થ બદલ્યા વગર જ બોલિંગ શરૂ કરી તો મહત્ત્વની વિકેટ ઝડપવામાં સફળ થયો. જેમાં કોહલી પ્રિન્સના બીજા જ બોલમાં ક્લિન બોલ્ડ થઈ ગયો. બોલ પિચ પર પડ્યા બાદ થોડી અંદર આવી અને કોહલીના બેટ પેડની વચ્ચે થઈને સીધી જ સ્ટમ્પ પર ગઈ.

LSG vs RCB : પ્રિન્સની દમદાર બોલિંગ, ત્રણ વિકેટ ઝડપી

મેચની વાત કરીએ તો, વરસાદના વિઘ્નના કારણે મેચ 19 ઓવરની કરાઈ હતી, જેમાં લખનૌએ ત્રણ વિકેટે 209 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી મિચેલ માર્શે માત્ર 56 બોલમાં 9 સિક્સ અને 9 ફોર ફટકારીને 111 રન ફટકાર્યા હતા, જેના કારણે ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઈ હતી. ત્યારપછી ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી બેંગલુરુની ટીમે 9 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં ઓપનિંગમાં આવેલો જેકોબ બેટલ 4 રને અને કોહલી 0 રને આઉટ થયો હતો. ટીમ 6 વિકેટે માત્ર 203 રન બનાવતા તેનો 9 રને પરાજય થયો હતો. બેંગલુરુ તરફથી સૌથી વધુ રજત પાટીદારે 31 બોલમાં 6 સિક્સ અને 3 ફોર ફટકારી 61 રન કર્યા હતા. આ મેચમાં પ્રિન્સ યાદવે 4 ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. પ્રિન્સે કોહલી બાદ દેવદત પડીક્કલ અને જિતેશ શર્માને પણ આઉટ કર્યો હતો.