Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : BCCI's new guidelines for IPL players and team owners

VIDEO: હની ટ્રેપના ખતરાને લઈને સાવધાન થયું BCCI, 10 ફ્રેન્ચાઈઝીને મોકલી 7 પાનાની નવી ગાઈડલાઈન

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL દરમિયાન ખેલાડીઓની સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે અત્યંત કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. BCCIના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ સ્પષ્ટ કર્યું છે કે, ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ સુધી પહોંચવા પર નિયંત્રણ રાખવામાં આવશે. જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે સુરક્ષા જોખમને ટાળી શકાય.

App Store

નવી ગાઈડલાઈનના મુખ્ય મુદ્દાઓ

હવે ફેન્સ કે બિનઅધિકૃત વ્યક્તિઓ ટીમ હોટલ, ટીમ બસ કે ખેલાડીઓના અંગત વિસ્તારોમાં તેમને નહીં મળી શકે. કોઈપણ ખેલાડી કે અધિકારીના રૂમમાં ટીમ મેનેજરની મંજૂરી વગર કોઈ નહીં જઈ શકે, પછી ભલે તે મિત્ર કે સંબંધી કેમ ન હોય. BCCIએ તમામ 10 ફ્રેન્ચાઈઝીને 7 પાનાની ગાઈડલાઈન મોકલી છે, જેમાં ખેલાડીઓને હની-ટ્રેપ જેવા સંભવિત જોખમોથી સાવધ રહેવા જણાવાયું છે. ફ્રેન્ચાઈઝીઓ નિયમોનું પાલન કરે છે કે નહીં તે જોવા માટે બોર્ડ ગમે ત્યારે અચાનક તપાસ પણ કરશે.

વેપિંગ અને ઈ-સિગારેટ પર પ્રતિબંધ

તાજેતરમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગનો ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતો વીડિયો સામે આવ્યો જ્યારે યુઝી ચહલ પણ ફ્લાઇટમાં વેપિંગ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયા બાદ બોર્ડે કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે ચેતવણી આપી છે કે ભારતમાં ઈ-સિગારેટ પ્રતિબંધિત છે અને જો કોઈ ખેલાડી આવું કરતા ઝડપાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

માલિકો માટે પણ નવા નિયમ

મેચ દરમિયાન ફ્રેન્ચાઈઝી માલિકો ડગઆઉટમાં ખેલાડીઓ, કોચ કે સપોર્ટ સ્ટાફ સાથે વાતચીત કરી શકશે નહીં. બોર્ડનું માનવું છે કે, આનાથી રમત દરમિયાન બિનજરૂરી દબાણ અને બહારની દખલગીરી ઓછી થશે. આ નવા નિયમોનો ઉદ્દેશ્ય IPLને વધુ સુરક્ષિત અને પ્રોફેશનલ બનાવવાનો છે જેથી ટૂર્નામેન્ટની વિશ્વસનીયતા જળવાઈ રહે.