ધોની પસંદ કરશે ટીમ ઇન્ડિયાનો નવો કોચ! BCCIએ સોપી ખાસ જવાબદારી
ટીમ ઇન્ડિયાના હેડ કોચની પસંદગીમાં એમએસ ધોનીના ઇનપુટ મહત્ત્વનો ફેક્ટર બની શકે છ

ટીમ ઇન્ડિયાના હેડ કોચની પસંદગીમાં એમએસ ધોનીના ઇનપુટ મહત્ત્વનો ફેક્ટર બની શકે છે. ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિગ્સ IPLમાંથી બહાર થઇ ગઇ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે હાર્યા બાદ ધોની પોતાના ઘરે રાંચી પરત ફર્યો છે. આ વચ્ચે સમાચાર છે કે BCCI માહીનો સંપર્ક સાધવાના પ્રયાસમાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સ્ટીફન ફ્લેમિંગને હેડ કોચ બનાવવા માંગે છે, તેના માટે ધોનીની ભૂમિકા મહત્ત્વની સાબિત થઇ શકે છે. ધોની BCCI અને CSK મેનેજમેન્ટ વચ્ચે સેતુનું કામ કરી શકે છે.
ટીમ ઇન્ડિયાનો હેડ કોચ કોણ બનશે?
ન્યૂઝીલેન્ડ માટે 303 મેચમાં કેપ્ટન્સી કરી ચુકેલા સ્ટીફન ફ્લેમિંગ રાહુલ દ્રવિડ બાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનવા માટે બોર્ડની પ્રથમ પસંદ છે. સ્ટીફન ફ્લેમિંગે IPLની શરૂઆતમાં વાતચીતમાં લાંબા અને થાકનારા કાર્યક્રમથી BCCI સાથે બધુ સ્પષ્ટ કરી દીધુ હતુ. તે ટી-20માં પોતાના નાના કોચિંગ કાર્યકાળથી ઘણો ખુશ છે. તે બાદ BCCIએ અન્ય વિકલ્પો શોધવાના શરૂ કર્યા છે અને જસ્ટિન લેન્ગર, ગૌતમ ગંભીર અને મહેલા જયવર્ધનેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, ફ્લેમિંગ સાથે પણ ચર્ચા ચાલી રહી છે. સંભાવના છે કે બોર્ડ માટે ધોની તેનો અંતિમ પાસો ફેકશે.
કેટલીક ટીમના કોચ છે ફ્લેમિંગ
સ્ટીફન ફ્લેમિંગ IPLમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કોચ પમ છે. 2008માં ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમનારા ફ્લેમિંગ 2009થી ટીમના કોચ છે. આટલું જ નહીં તે IPL સિવાય ચેન્નાઇ સુપર કિંગ્સની ફ્રેન્ચાઇઝી મેજર લીગ ક્રિકેટ (યુએસએ)માં ટેક્સાસ સુપર કિંગ્સ અને એસએ-20 (દક્ષિણ આફ્રિકા)માં જોનિસબર્ગ સુપર કિંગ્સનો ઇન્ચાર્જ પણ છે. તે ધ હંડ્રેડમાં સાઉથર્ન બ્રેવના મુખ્ય કોચની જવાબદારી સંભાળે છે. તે ટી-20માં પોતાના નાના કાર્યકાળથી ઘણો ખુશ છે.








