મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઇન્ડિયાને મળ્યો નવો બોલિંગ કોચ, જાણો કોણ છે અને ક્યારે ટીમ સાથે જોડાશે

તાજતેરમાં શ્રીલંકા સામે ભારતીય ટીમે વન-ડે સિરીઝ ગુમાવી દીધી હતી. ત્યારે આજે ટીમ ઈન્ડિયાના બો

ટીમ ઇન્ડિયાને મળ્યો નવો બોલિંગ કોચ, જાણો કોણ છે અને ક્યારે ટીમ સાથે જોડાશે

તાજતેરમાં શ્રીલંકા સામે ભારતીય ટીમે વન-ડે સિરીઝ ગુમાવી દીધી હતી. ત્યારે આજે ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે સાઉથ આફ્રિકાના પૂર્વ બોલર મોર્ની મોર્કેલની નિમણૂક કરવામાં આવી છે. બાંગ્લાદેશના પ્રવાસથી ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. અગાઉ મોર્કેલ પાકિસ્તાન ટીમનો પણ બોલિંગ કોચ રહ્યો હતો.

મોર્ની મોર્કેલનો કાર્યકાળ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે

મોર્ની મોર્કેલનો કાર્યકાળ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ અંગેની જાણકારી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સચિવ જય શાહે આપી છે. મોર્ની મોર્કેલ બાંગ્લાદેશ વિરુદ્ધ 19 સપ્ટેમ્બરથી રમાનારી બે ટેસ્ટ મેચ સિરીઝથી પોતાનો કાર્યકાળ શરૂ કરશે. 

ICC ટી20 વર્લ્ડ કપ બાદ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ગંભીર અને મોર્કેલ બંનેના લખનૌ સુપર જાયન્ટ્સમાં સારા સંબંધો છે. જ્યાં, ગંભીરે બે વર્ષ સુધી મેન્ટર તરીકે કામ કર્યું. મોર્ની મોર્કેલ આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો બોલિંગ કોચ રહ્યો હતો.

મોર્કેલ 86 ટેસ્ટ મેચો રમી

ગંભીરે અગાઉ પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને બોલિંગ કોચના પદ માટે મોર્કેલના નામ પર વિચાર કરવા વિનંતી કરી હતી. મોર્કેલ 2006થી 2018 વચ્ચે 86 ટેસ્ટ, 117 ODI અને 44 ટી20 મેચ રમી છે. 

ગૌતમ ગંભીર પોતાના પહેલા પ્રવાસ પર શ્રીલંકાને 3-0થી હરાવીને ટી20 સીરિઝ કબજો જમાવ્યો હતો. જોકે, વન-ડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

આ સમાચાર શેર કરો