Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Mohammed Siraj won ICC's special award

મોહમ્મદ સિરાજે જીત્યો ICCનો ખાસ એવોર્ડ, ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓને પાછળ છોડ્યા

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2025
લાઇવ ટીવીGoogle News
મોહમ્મદ સિરાજે જીત્યો ICCનો ખાસ એવોર્ડ, ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓને પાછળ છોડ્યા
સોર્સ : ESPNcricinfo

ભારતીય ટીમ હાલમાં એશિયા કપ 2025માં ભાગ લેવા માટે UAEના પ્રવાસ પર ગઈ છે. જ્યાં ટીમે ટુર્નામેન્ટની પહેલી બે મેચમાં UAE અને પાકિસ્તાન સામે જીત મેળવીને સુપર-4માં પહોંચવાની દાવેદારી મજબૂત કરી છે. UAE ગયેલી ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો સમાવેશ નથી કરવમાં આવ્યો, આમ છતાં તે ચર્ચમાં આવ્યો છે. મોહમ્મદ સિરાજે ઓગસ્ટ 2025 માટે 'ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ' નો એવોર્ડ જીત્યો છે. સિરાજને ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેના શાનદાર પ્રદર્શન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

App Store

ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ મેચ જીતવામાં સિરાજે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સિરાજે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બંને ઈનિંગ્સમાં 21.11ની એવરેજથી 9 વિકેટ લીધી. આ કારણે, ભારતે મુશ્કેલ પરિસ્થિતિમાંથી માત્ર ટેસ્ટ જીતી જ નહીં, પરંતુ ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 2-2 થી બરાબર કરવામાં પણ સફળ રહી.

છેલ્લી ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો

ફાસ્ટ બોલરને છેલ્લી ટેસ્ટમાં તેના પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, તેણે તે મેચમાં 46 ઓવર ફેંકી હતી અને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. રાઈટ આર્મ બોલરે મંથલી એવોર્ડ માટે ન્યુઝીલેન્ડના મેટ હેનરી અને વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર જેડેન સીલ્સને પાછળ છોડ્યા.

અદ્ભુત ઉર્જા બતાવી

સિરાજ ઈંગ્લેન્ડ સામેની પાંચેય ટેસ્ટ મેચમાં રમનાર એકમાત્ર ભારતીય ફાસ્ટ બોલર હતો. તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બન્યો. સિરાજે આખી સિરીઝ દરમિયાન એ જ ઉત્સાહથી બોલિંગ કરી જે તેણે પહેલી મેચના પહેલા બોલ પર બતાવ્યો હતો.

એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ખુશી વ્યક્ત કરી

એવોર્ડ મળ્યા બાદ સિરાજે ખુશી વ્યક્ત કરતા કહ્યું, "ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી પામવી એ એક ખાસ સન્માન છે. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી એક યાદગાર સિરીઝ હતી અને તે સૌથી મુશ્કેલ સ્પર્ધાઓમાંની એક હતી જેનો હું ભાગ રહ્યો છું. આ એવોર્ડ મારા માટે એટલો જ છે જેટલો તે મારા સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે છે. કારણ કે તેમના સતત પ્રોત્સાહન અને વિશ્વાસે મને આગળ વધવા માટે પ્રેરણા આપી. હું જ્યારે પણ ભારતીય જર્સી પહેરીશ ત્યારે સખત મહેનત કરવાનું અને મારું શ્રેષ્ઠ આપવાનું ચાલુ રાખીશ."

આખી સિરીઝમાં 23 વિકેટ લીધી

તમને જણાવી દઈએ કે સિરાજે ઈંગ્લેન્ડ સામેના તેના ઉત્તમ પ્રદર્શન માટે ICC મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં પણ તેનું શ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કર્યું. સિરાજે પાંચ ટેસ્ટ મેચમાં 32.43ની એવરેજથી કુલ 23 વિકેટ લીધી. આમાં બે વખત પાંચ વિકેટ લેવાનો પણ સમાવેશ થાય છે.