4 વિકેટ, 8 મેડન ઓવર, મોહમ્મદ શમી ફરી ચમક્યો; રણજી ટ્રોફીમાં મચાવી ધમાલ

ભારતના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ફરી એકવાર પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી ધ્યાન ખેંચ્યું છે. હાલમાં શમી 2026-27 રણજી ટ્રોફીમાં બંગાળ માટે રમી રહ્યો છે. બંગાળે મહારાષ્ટ્ર સામે પોતાની ચોથી મેચ રમી હતી, જેમાં શમીએ શાનદાર બોલિંગ કરી હતી. તે ઘરેલુ ક્રિકેટમાં સતત પોતાનું કૌશલ્ય બતાવી રહ્યો છે. અગાઉ, શમીએ કેરળ અને દિલ્હી સામેની મેચોમાં પણ બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
મહારાષ્ટ્ર સામેની પહેલી ઈનિંગમાં શમીએ 23.5 ઓવર ફેંકી હતી, જેમાં 4 વિકેટ લીધી હતી. તેણે 8 મેડન ઓવર પણ ફેંકી હતી. ભારતીય બોલરનો ઈકોનોમી રેટ 1.60 હતો. આ ઈનિંગમાં તે બંગાળનો સૌથી ઈકોનોમીકલ બોલર અને સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. જોકે, તે બીજી ઈનિંગમાં કોઈ વિકેટ લેવામાં નિષ્ફળ ગયો હતો.
બંગાળ 10 વિકેટથી મેચ હારી ગયું. પહેલા બેટિંગ કરતા બંગાળ ફક્ત 143 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં, મુંબઈએ પ્રથમ ઇનિંગમાં 218/10 બનાવ્યા, જેમાં 75 રનની લીડ મળી. બંગાળની બેટિંગ બીજી ઈનિંગમાં પણ નબળી રહી, આ વખતે ટીમ 186 રન સુધી મર્યાદિત રહી, જેના કારણે મહારાષ્ટ્રને જીત માટે ફક્ત 112 રનનો ટાર્ગેટ મળ્યો. ચોથી ઈનિંગમાં, મહારાષ્ટ્રની 114 રન (118 બોલ) ની ઓપનિંગ પાર્ટનરશિપ અતૂટ રહી અને ટીમનેજીત અપાવી
શમીએ છેલ્લી બે મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું
બંગાળની પાછલી મેચ કેરળ સામે હતી, જ્યાં શમીએ પ્રથમ ઈનિંગમાં 3 અને બીજી ઈનિંગમાં 2 વિકેટ લીધી હતી, જેના કારણે મેચમાં તેની વિકેટની સંખ્યા 5 થઈ ગઈ હતી. શમીએ દિલ્હી સામેની મેચમાં પણ 5 વિકેટ લીધી હતી, તેણે પ્રથમ ઈનિંગમાં 4 અને બીજી ઈનિંગમાં 1 વિકેટ લીધી હતી. સ્થાનિક ક્રિકેટમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું ચાલુ છે, પરંતુ ભારતીય સિલેક્ટર્સ તેને અવગણી રહ્યા છે. તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.




