મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: માઈક ટાયસને મેચ પહેલા જેક પોલને સ્ટેડિયમમાં ઝીંકી દીધો હતો લાફો

દિગ્ગજ હેવીવેઇટ માઇક ટાયસન અને યુટ્યુબરમાંથી બનેલા બોક્સર જેક પોલ વચ્ચેની બોક્સિંગ મેચ અગાઉ અંત

VIDEO: માઈક ટાયસને મેચ પહેલા જેક પોલને સ્ટેડિયમમાં ઝીંકી દીધો હતો લાફો

દિગ્ગજ હેવીવેઇટ માઇક ટાયસન અને યુટ્યુબરમાંથી બનેલા બોક્સર જેક પોલ વચ્ચેની બોક્સિંગ મેચ અગાઉ અંતિમ સમયે વાતાવરણ તંગ બન્યું હતું. ટાયસને ટેક્સાસના આર્લિંગ્ટનમાં AT&T સ્ટેડિયમમાં લોકોની ભીડ સામે જેક પોલને થપ્પડ મારી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો વાસ્તવિક મેચ પહેલા જ લોકોમાં રોમાંચ ભરી દીધો હતો. 

આ પણ વાંચોઃ VIDEO: જેક પોલના પંચથી ચિત્ત થયો બોક્સિંગનો બ્રેડમેન, 20 વર્ષે રિંગમાં ઉતરેલા ટાયસનના થયા આવા હાલ

આ ઘટના બાદ, ટાયસનના નજીકના મિત્ર ટોમ પેટીએ જણાવ્યું હતું કે આ થપ્પડ મેચ અગાઉ વજન માપવા દરમિયાન બની હતી. તેણે કહ્યું કે પૉલે ટાયસનના પગના અંગૂઠા પર પગ મૂક્યો હતો. જે બાદ ટાયસને આ પ્રતિક્રિયા આપી હતી. પૅટીએ કહ્યું, 'જેકે માઈકના પગ પર પગ મૂક્યો એટલે માઈક ટાયસને તેને લાફો ઝીંકી દીધો. હું ત્યાં જ હતો. માઈકે મને આ બાબત બતાવી હતી.

વિશ્વના મહાન બોક્સરોમાંના એક માઈક ટાયસન લગભગ બે દાયકા પછી શનિવારે બોક્સિંગ રીંગમાં પાછો ફર્યો હતો. 58 વર્ષીય ટાયસનની લડાઈ 27 વર્ષીય ભૂતપૂર્વ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અને વ્યાવસાયિક બોક્સર જેક પોલ સામે થઈ હતી. પૌલે આ મેચ જીતી લીધી હતી, પરંતુ ટાયસન આઠ રાઉન્ડ સુધી અડગ મેચમાં હાવી રહીને ફેન્સના દિલ જીતી લીધા.

સૌથી મોટી વાત એ છે કે પોલને નોકઆઉટ માસ્ટર માનવામાં આવે છે, પરંતુ તે ટાયસનને પણ હલાવી શક્યો નહીં. પોલ ચાર પોઈન્ટથી મેચ જીત્યો હતો. આઠ રાઉન્ડ બાદ પોલને 78 પોઈન્ટ અને ટાયસનને 74 પોઈન્ટ મળ્યા હતા. જણાવી દઈએ કે જેક અને ટાયસન વચ્ચે ઉંમરમાં 30 વર્ષનો તફાવત છે. 58 વર્ષનો હોવા છતાં ટાયસને અંત સુધી હાર ન માની.  

માઈક ટાયસનની વ્યાવસાયિક બોક્સિંગ કારકિર્દીની આ સાતમી હાર હતી. આ પહેલા ટાયસને તેની છેલ્લી પ્રોફેશનલ મેચ વર્ષ 2005માં કેવિન મેકબ્રાઈડ સામે રમ્યો હતો. જેમાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ટાયસન અને જેક પોલ વચ્ચેની મેચ 16 નવેમ્બર (શનિવાર)ના રોજ આર્લિંગ્ટન (યુએસએ)ના AT&T સ્ટેડિયમમાં હતી.
 
પાંચમા રાઉન્ડમાં માઈક ટાયસનને પોલના ઓવરહેન્ડ પંચથી મોં પર જોરદાર ફટકો વાગ્યો. એ પછી તેની ગતિને ધીમી કરી દીધી. જેક પોલે પાંચમો રાઉન્ડ જીતીને મેચમાં લીડ મેળવી હતી. ત્યારબાદ પોલે છઠ્ઠા, સાતમા અને આઠમા રાઉન્ડમાં પણ જીત મેળવી હતી. માઈક ટાયસનને આ મેચમાંથી 20 મિલિયન ડોલર (લગભગ 169 કરોડ રૂપિયા) મળ્યા. જ્યારે તેના હરીફ જેક પોલને 40 મિલિયન ડોલર (લગભગ 338 કરોડ રૂપિયા) મળ્યા છે. મેચ બાદ ટાયસને પણ પોલને અભિનંદન આપ્યા અને ગળે લગાવ્યો.

આ સમાચાર શેર કરો