મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: જેક પોલના પંચથી ચિત્ત થયો બોક્સિંગનો બ્રેડમેન, 20 વર્ષે રિંગમાં ઉતરેલા ટાયસનના થયા આવા હાલ

વિશ્વના મહાન બોક્સરોમાંના એક માઈક ટાયસન લગભગ બે દાયકા પછી શનિવારે બોક્સિંગ રીંગમાં પાછા ફર્યા હતા.

VIDEO: જેક પોલના પંચથી ચિત્ત થયો બોક્સિંગનો બ્રેડમેન, 20 વર્ષે રિંગમાં ઉતરેલા ટાયસનના થયા આવા હાલ

વિશ્વના મહાન બોક્સરોમાંના એક માઈક ટાયસન લગભગ બે દાયકા પછી શનિવારે બોક્સિંગ રીંગમાં પાછા ફર્યા હતા. 58 વર્ષીય ટાયસનની લડાઈ 27 વર્ષીય ભૂતપૂર્વ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અને વ્યાવસાયિક બોક્સર જેક પોલ સામે થઈ હતી. પૌલે આ મેચ જીતી લીધી હતી, પરંતુ ટાયસન આઠ રાઉન્ડ સુધી અડગ મેચમાં હાવી રહ્યો  અને તેના ફેન્સના દિલ જીતી લીધા.

આ પણ વાંચોઃ 'મેં ક્યારેય ન હતું વિચાર્યું કે...' તિલક વર્માએ સદી ફટકારીને ભગવાન બાદ આ વ્યક્તિનો માન્યો આભાર

પોલ ચાર પોઈન્ટથી મેચ જીત્યો

સૌથી મોટી વાત એ છે કે પોલને નોકઆઉટ માસ્ટર માનવામાં આવે છે, પરંતુ તે ટાયસનને પણ હલાવી શક્યો નહીં અને ટાયસન આઠમા રાઉન્ડ સુધી અડગ રહ્યો હતો. પોલ ચાર પોઈન્ટથી મેચ જીત્યો હતો. આઠ રાઉન્ડ બાદ પોલને 78 પોઈન્ટ અને ટાયસનને 74 પોઈન્ટ મળ્યા હતા. જણાવી દઈએ કે જેક અને ટાયસન વચ્ચે ઉંમરમાં 30 વર્ષનો તફાવત છે. 58 વર્ષનો હોવા છતાં ટાયસને અંત સુધી હાર ન માની.  

બોક્સિંગ કારકિર્દીની આ સાતમી હાર 

માઈક ટાયસનની વ્યાવસાયિક બોક્સિંગ કારકિર્દીની આ સાતમી હાર હતી. આ પહેલા ટાયસને તેની છેલ્લી પ્રોફેશનલ મેચ વર્ષ 2005માં કેવિન મેકબ્રાઈડ સામે રમ્યો હતો. જેમાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ટાયસન અને જેક પોલ વચ્ચેની મેચ 16 નવેમ્બર (શનિવાર)ના રોજ આર્લિંગ્ટન (યુએસએ)ના AT&T સ્ટેડિયમમાં હતી.

પ્રથમ બે રાઉન્ડમાં ટાયસનનો દબદબો રહ્યો હતો

માઈક ટાયસન અને જેક પોલ વચ્ચેની લડાઈમાં કુલ આઠ રાઉન્ડ થવાના હતા. દરેક રાઉન્ડ બે મિનિટનો હતો. બંને બોક્સરનું વજન 113 કિલોથી વધુ નહોતું. પ્રથમ રાઉન્ડમાં જજે પોલને નવ પોઈન્ટ અને ટાયસનને 10 પોઈન્ટ આપ્યા હતા.બીજા રાઉન્ડમાં પણ જજે પોલને નવ પોઈન્ટ અને ટાયસનને 10 પોઈન્ટ આપ્યા હતા. જો કે, આ પછી, ત્રીજાથી આઠમા રાઉન્ડમાં પોલને 10-10 પોઈન્ટ મળ્યા જ્યારે ટાયસનને નવ પોઈન્ટ મળ્યા. આ રીતે પોલને 78 પોઈન્ટ અને ટાયસનને 74 પોઈન્ટ મળ્યા.

માત્ર 4 પોઈન્ટથી હાર્યો મેચ

પાંચમા રાઉન્ડમાં માઈક ટાયસનને પોલના ઓવરહેન્ડ પંચથી મોં પર જોરદાર ફટકો વાગ્યો. એ પછી તેની ગતિને ધીમી કરી દીધી. જેક પોલે પાંચમો રાઉન્ડ જીતીને મેચમાં લીડ મેળવી હતી. ત્યારબાદ પોલે છઠ્ઠા, સાતમા અને આઠમા રાઉન્ડમાં પણ જીત મેળવી હતી. માઈક ટાયસનને આ મેચમાંથી 20 મિલિયન ડોલર (લગભગ 169 કરોડ રૂપિયા) મળ્યા. જ્યારે તેના હરીફ જેક પોલને 40 મિલિયન ડોલર (લગભગ 338 કરોડ રૂપિયા) મળ્યા છે.

ટાયસને પ્રોફેશનલ બોક્સર તરીકે 50 મેચ જીતી

આ મેચ પહેલા માઈક ટાયસને પ્રોફેશનલ બોક્સર તરીકે 50 મેચ જીતી હતી. અત્યાર સુધી તે માત્ર છ મેચ હાર્યો છે. વર્ષ 1987માં ટાયસને સૌથી યુવા હેવીવેઈટ ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ત્યારે તેની ઉંમર માત્ર 20 વર્ષની હતી. ખાસ વાત એ હતી કે ટાયસને 44 મેચ નોકઆઉટ દ્વારા જીતી હતી. જ્યારે 27 વર્ષનો જેક પોલ યુટ્યુબરમાંથી પ્રોફેશનલ બોક્સર બન્યો છે. તેણે વર્ષ 2020માં પ્રોફેશનલ બોક્સિંગની શરૂઆત કરી હતી. પોલે આ મેચ સહિત 12માંથી 11 મેચ જીતી છે. પોલે 7 ફાઈટ્સ નોકઆઉટથી જીતી છે. 

ટાયસને જેક પોલને થપ્પડ મારી દીધી હતી

જણાવી દઈએ કે, આ મેચ પહેલા બંને ખેલાડીઓ વચ્ચે બબાલ થઈ હતી. ટાયસને જેક પોલને થપ્પડ મારી દીધી હતી. ટાયસનની આ થપ્પડથી મેચમાં રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો હતો. જોકે, મેચ બાદ પોલે તે થપ્પડ માટે ટાયસનનો આભાર માન્યો હતો. ટાયસન પહેલા બે રાઉન્ડ પછી થાકેલો દેખાતો હતો. તેના શરીર સાથે ઉંમર હાવી થતી રહી હોય તેવું લાગી રહ્યું હતું. તેમ છતાં તે આઠમા રાઉન્ડ સુધી મેચમાં પોતાનો દમ દેખાડી યુવાઓ માટે પ્રેરણાદાયક બન્યો. જોકે, ટાયસને ફરી એકવાર પ્રોફેશનલ બોક્સિંગમાં હારનો સામનો કરવો પડ્યો. મેચ બાદ ટાયસને પણ પોલને અભિનંદન આપ્યા અને ગળે લગાવ્યો.

આ સમાચાર શેર કરો