IPL AUCTION વચ્ચે સોશિયલ મીડિયા પર મીમ્સનો મારો, લોકોએ કરી Funny કોમેન્ટ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના મેગા ઓક્શન સાઉદી અરબમાં યોજાઇ રહ્યું છે. IPL AUCTION વચ્ચે સોશિયલ મીડિયા પર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના મેગા ઓક્શન સાઉદી અરબમાં યોજાઇ રહ્યું છે. IPL AUCTION વચ્ચે સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ જોવા મળ્યો હતો. લોકોએ અવનવી Funny કોમેન્ટ કરીને મજા લીધી હતી. રિષભ પંતને લખનૌ સુપરજાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો જ્યારે કેએલ રાહુલને દિલ્હી કેપિટલ્સે 14 કરોડમાં ખરીદ્યો હતો. આ બન્ને ક્રિકેટરની હરાજી પછી સોશિયલ મીડિયા પર અક્ષય કુમારની તસવીર સાથે સ્વાઇપનું મીમ્સ વાયરલ થયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આવી જ કેટલીક કોમેન્ટ વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ...
લખનૌ સુપરજાયન્ટ્સે IPL 2025 હરાજીમાં રિષભ પંત અને ડેવિડ મિલ્લરને ખરીદ્યા બાદ આ મીમ્સ ટીમના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યું હતું.જેમાં કેપ્શનમાં લખવામાં આવ્યું, 'બડે ગ્રાઉન્ડ પે રન મારને હૈ? યે તો બાયે હાથ કા ખેલ હૈ.'
પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યર અને યુઝવેન્દ્ર ચહલને ખરીદતા ચહલની પત્ની ધનશ્રી વર્માને લઇને સોશિયલ મીડિયા પર કોમેન્ટનો મારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: IPL AUCTION 2025માં 10 ખેલાડીઓ પર થયો પૈસાનો વરસાદ, પંત-અય્યર સૌથી મોંઘા ખેલાડી
શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાતા જ KBCને લઇને સોશિયલ મીડિયા પર કોમેન્ટ જોવા મળી હતી.








