મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

PM મોદી સાથે મુલાકાત, મુંબઈમાં ખુલ્લી બસમાં રોડ શો... વતન વાપસી બાદ ટીમ ઈન્ડિયાનું આ રીતે થશે સ્વાગત

ભારતીય ટીમની સ્વદેશ પરત ફરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દેશવાસીઓ ભારતીય ક્રિકેટ ટીમ

PM મોદી સાથે મુલાકાત, મુંબઈમાં ખુલ્લી બસમાં રોડ શો... વતન વાપસી બાદ ટીમ ઈન્ડિયાનું આ રીતે થશે સ્વાગત

ભારતીય ટીમની સ્વદેશ પરત ફરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દેશવાસીઓ ભારતીય ક્રિકેટ ટીમની તેમના દેશમાં વાપસીની રાહ જોઈ રહ્યા છે. તોફાનના કારણે ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી. આ કારણોસર રોહિત એન્ડ કંપનીના ઘરે પરત ફરવામાં વિલંબ થયો છે. BCCI દ્વારા ભારતીય ટીમને બાર્બાડોસથી લાવવા મોકલેલ ચાર્ટડ પ્લેન ટેકઓફ કરી લીધું છે. જે ભારતીય સમય પ્રમાણે કાલે વહેલી સવારે 6 કલાકે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થશે. 

દિલ્હી પહોંચ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો દિવસભરનો પ્રોગ્રામ કેવો રહેશે. તે અંગે આખું શેડ્યુલ બહાર આવી ગયું છે. બાર્બાડોસમાં ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 29 જૂને 7 રનથી હરાવ્યા બાદ ટી ઈન્ડિયા સીધી દિલ્હી પહોંચશે. ભારતીય સમય પ્રમાણે ગુરુવારે વહેલી સવારે 6 કલાકે એરપોર્ટ પહોંચશે. ત્યાર બાદ પીએમ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સાથે શુભેચ્છા મુલાકાત થશે.

ટીમ ઈન્ડિયાનો 4 જુલાઈનો કાર્યક્રમ

  • ફ્લાઇટ ગુરુવારે સવારે 6 વાગ્યે લેન્ડ થશે.
  • તે સવારે લગભગ 10.30 વાગ્યે પીએમ હાઉસ જવા રવાના થશે.
  • 11.00 કલાકે પીએમ મોદી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરશે.
  • પીએમ મોદી સાથે મુલાકાત બાદ ચાર્ટર્ડ ફ્લાઈટ લઈને મુંબઈ જશે.
  • મુંબઈ એરપોર્ટથી વાનખેડે જશે.
  • વાનખેડેમાં 1 કિલોમીટર સુધી ખુલ્લી બસમાં રોડ શો કરવામાં આવશે.
  • વાનખેડે સ્ટેડિયમમાં નાના પ્રેઝન્ટેશન બાદ રોહિત શર્મા દ્વારા BCCI સેક્રેટરી જય શાહને વર્લ્ડ કપ ટ્રોફી સોંપવામાં આવશે.
  • આ પછી સાંજે કાર્યક્રમનું સમાપન થશે

ન્યુ જર્સી (યુએસએ) થી આવતી ચાર્ટર ફ્લાઇટ બાર્બાડોસ પહોંચવામાં વિલંબમાં હોવાથી ભારતીય ક્રિકેટ ટીમની સ્વદેશ પરત ફરવામાં વધુ વિલંબ થયો છે. એર ઈન્ડિયાના વિશેષ ચાર્ટર એરક્રાફ્ટનું નામ AIC24WC (એર ઈન્ડિયા ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ) છે. ભારતીય ક્રિકેટ ટીમ, તેમનો સપોર્ટ સ્ટાફ, ખેલાડીઓના પરિવારજનો, BCCIના કેટલાક અધિકારીઓ અને ભારતીય મીડિયાના સભ્યોને ચાર્ટર એરક્રાફ્ટ દ્વારા લાવવામાં આવશે.

આ તમામ લોકો છેલ્લા ત્રણ દિવસથી હરિકેન બેરીલના કારણે બાર્બાડોસમાં ફસાયેલા છે. શનિવારે, 29 જૂન 2024 ના રોજ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને રોહિત એન્ડ કંપનીએ T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીત્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ રવિવાર, 30 જૂન, 2024 ના રોજ ભારત આવવા માટે રવાના થવાની હતી, પરંતુ વાવાઝોડાને કારણે તેમને ટાપુ રાષ્ટ્રમાં જ રહેવાની ફરજ પડી હતી. બાર્બાડોસમાં હરિકેન બેરીલને કારણે સ્થાનિક સરકારે એરપોર્ટ બંધ કરી દીધું હતું અને તમામ ફ્લાઇટ્સ રદ કરી હતી.

આ સમાચાર શેર કરો