મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

લખનૌ સુપર જાયન્ટના મયંક યાદવે ફેક્યો IPL ઇતિહાસનો ચોથો સૌથી ફાસ્ટેસ્ટ બોલ, જાણો પ્રથમ નંબર પર કોણ છે

IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સના નવા ફાસ્ટ બોલર મયંક યાદવ સતત રેકોર્ડ પર રેકોર્ડ બનાવતો જઇ રહ્યો છે. લખનૌ

લખનૌ સુપર જાયન્ટના મયંક યાદવે ફેક્યો IPL ઇતિહાસનો ચોથો સૌથી ફાસ્ટેસ્ટ બોલ, જાણો પ્રથમ નંબર પર કોણ છે

IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સના નવા ફાસ્ટ બોલર મયંક યાદવ સતત રેકોર્ડ પર રેકોર્ડ બનાવતો જઇ રહ્યો છે. લખનૌ સુપર જાયન્ટની પંજાબ કિગ્સ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે જીતમાં તેને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સતત બે મેચમાં તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. મયંક યાદવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) વિરૂદ્ધ ચાર ઓવરમાં માત્ર 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

સિઝનનો સૌથી વધુ બોલર મયંક યાદવના નામે

મયંક યાદવને RCB વિરૂદ્ધ મેચમાં આ સિઝનની સૌથી ઝડપી બોલ ફેક્યો હતો, તેને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. પંજાબ કિંગ્સ વિરૂદ્ધ મેચમાં મયંક યાદવે 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેક્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વિરૂદ્ધ તેને 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેકીને પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ફાસ્ટ બોલ છે. તે ઉમરાન મલિક બાદ 156 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેકનારો ભારતનો બીજો બોલર છે. ઓવરઓલ આ લીગમાં ઝડપી બોલ ફેકનાર તે પાંચમો બોલર છે.

IPL 2024માં સૌથી ઝડપી બોલ ફેકનારા બોલર

બોલર સ્પિડ
મયંક યાદવ 156.7 કિમી/કલાક
નાંદ્રે બર્ગર 153.0 કિમી/કલાક
ગેરાલ્ડ કોએત્ઝી 152.3 કિમી/કલાક
અલ્ઝારી જોસેફ 151.2 કિમી/કલાક
મથીશા પથિરાણા 150.9 કિમી/કલાક

IPL ટૂર્નામેન્ટમાં 155 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેકનારા ટોપ-5 બોલર

આ પહેલા ઉમરાન મલિક અને એનરિક નોર્ખિયા બે-બે વખત આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. મયંક યાદવની 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપી આઇપીએલ ઇતિહાસની ચોથી સૌથી ફાસ્ટ બોલ છે. આ મામલે શોન ટેટ ટોપ પર છે, તેને IPL 2011માં 157.7 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેક્યો હતો. ઉમરાન મલિક IPLમાં સૌથી ફાસ્ટ બોલ ફેકનારો ભારતીય બોલર છે, તેને IPL 2022માં 157 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેક્યો હતો.

આ સમાચાર શેર કરો