મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

'10 વર્ષથી કહું છું, આ ખેલાડીને ટીમમાં જગ્યા આપો', પૂર્વ ક્રિકેટરે BCCIને કરી અપીલ

અમેરિકા-વેસ્ટઈન્ડિઝમાં 2 જૂનથી રમાનાર ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બો

'10 વર્ષથી કહું છું, આ ખેલાડીને ટીમમાં જગ્યા આપો', પૂર્વ ક્રિકેટરે BCCIને કરી અપીલ

અમેરિકા-વેસ્ટઈન્ડિઝમાં 2 જૂનથી રમાનાર ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI) ટૂંક સમયમાં ભારતીય ટીમનું એલાન કરી શકે છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ઓસ્ટ્રેલિયા ટીમના પૂર્વ ક્રિકેટર મેથ્યુ હેડને અપીલ કરી છે કે, સંજુ સેમસનને ટીમમાં જગ્યા મળવી જોઈએ.

ઓસ્ટ્રેલિયા ટીમના ભૂતપૂર્વ ખેલાડી મેથ્યુ હેડને કહ્યું કે, સંજુ સેમસનને નેશનલ ટીમમાં નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. હું છેલ્લા 10 વર્ષથી કહી રહ્યો છું કે, સંજુને તક મળવી જોઈએ. મને ખબર નથી કેમ ટીમમાં સ્થાન મળી રહ્યું નથી. તેમજ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન પણ આ વાતને સમર્થન આપ્યું છે. 

સંજુ સેમસન ઓરેન્જ કેપની રેસમાં ચોથા ક્રમે

આઈપીએલ 2024માં સંજુ સેમસન શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તે ચાર હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. રાજસ્થાનની ટીમ માત્ર 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જેના પગલે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સંજુ ઓરેન્જ કેપની રેસમાં ચોથા ક્રમે છે. તેણે અત્યાર સુધીમાં 385 રન બનાવ્યા છે. 

આ સમાચાર શેર કરો