મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારત-બાંગ્લાદેશની ટી-20 શ્રેણી વચ્ચે આ ખેલાડીએ કર્યું સંન્યાસનું એલાન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 શ્રેણી રમાઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે બાંગ્લાદેશના ખેલાડી મહમુદુલ્લ

ભારત-બાંગ્લાદેશની ટી-20 શ્રેણી વચ્ચે આ ખેલાડીએ કર્યું સંન્યાસનું એલાન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 શ્રેણી રમાઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે બાંગ્લાદેશના ખેલાડી મહમુદુલ્લાહે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા સામે ટી-20 સિરીઝ રમ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે.

38 વર્ષીય મહમુદુલ્લાહ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે અને આ સિવાય તેણે ત્રણેય ફોર્મેટમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. 

 મહમુદુલ્લાહે 2007માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું 

ઓલરાઉન્ડર મહમુદુલ્લાહ બાંગ્લાદેશ માટે 50 ટેસ્ટ, 232 ODI અને 139 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. આ સમયગાળા દરમિયાન, મહમુદુલ્લાહે ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે 2914, 5386 અને 2394 રન બનાવ્યા છે અને તેણે 43, 82 અને 40 વિકેટ લીધી છે. મહમુદુલ્લાહે 2007માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું. 

બીજી મેચ 9 ઓક્ટોબરે રમાશે

ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ મેચોની ટી-20 સિરીઝની બીજી મેચ 9 ઓક્ટોબરે રમાશે. હાલ ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે.

આ સમાચાર શેર કરો