મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

લખનૌ સુપર જાયન્ટ્સે ઘર આંગણે ગુજરાત ટાઈટન્સને હરાવ્યું, યશ ઠાકુર અને કૃણાલ પંડ્યા રહ્યા જીતના હીરો

રવિવાર (7 એપ્રિલ)એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઈટન્સ ( GT) વચ્ચે રોમાંચક મુકાબ

લખનૌ સુપર જાયન્ટ્સે ઘર આંગણે ગુજરાત ટાઈટન્સને હરાવ્યું, યશ ઠાકુર અને કૃણાલ પંડ્યા રહ્યા જીતના હીરો

રવિવાર (7 એપ્રિલ)એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઈટન્સ ( GT) વચ્ચે રોમાંચક મુકાબલો યોજાઈ ગયો હતો. કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી આ ટીમે લખનૌના એકાના સ્ટેડિયમમાં શાનદાર મેચ રમી હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ને 33 રનથી હરાવ્યું હતું.

IPLના ઈતિહાસમાં ગુજરાત સામે લખનૌ સુપર જાયન્ટ્સ આ પ્રથમ જીત છે. ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બંને IPLની નવી ટીમો છે, અને બંનેએ 2022ની સીઝનમાં પ્રવેશ કર્યો હતો. બંને ટીમોની આ ત્રીજી સિઝન છે. પરંતુ આ સમયગાળા દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે પ્રથમ વખત ગુજરાત ટાઈટન્સ સામે વિજય નોંધાવ્યો છે.

IPLમાં ગુજરાત ટાઈટન્સને પ્રથમ વખત હરાવ્યું


IPLમાં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે કુલ 4 મેચ રમાઈ હતી અને દરેક વખતે ગુજરાત જીત્યું હતું. એટલે કે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ આ મેચ સુધી ગુજરાત ટાઈટન્સ સામે જીતનું ખાતું ખોલાવી શકી નથી. બંને ટીમો વચ્ચે આ 5મી મેચ હતી. આ સ્થિતિમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ઘરઆંગણે રમાયેલી આ મેચ જીતીને યાદગાર બનાવી દીધી છે.


યશ ઠાકુરે 5 અને કૃણાલ પંડ્યાએ 3 વિકેટ લીધી


આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ગુજરાત ટાઈટન્સને 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમ 18.5 ઓવરમાં 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઈ સુદર્શને આ મેચમાં ગુજરાત ટાઈટન્સ માટે સૌથી વધુ 31 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે રાહુલ તેવટિયાએ 30 રન અને શુભમન ગીલે 19 રન બનાવ્યા હતા.

 


લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર યશ ઠાકુર અને સ્પિનર ​​કૃણાલ પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી. યશે 30 રન આપીને અને 5 વિકેટ ઝડપી હતી. જ્યારે કૃણાલે 11 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે નવીન ઉલ હક અને રવિ બિશ્નોઈને 1-1 વિકેટ મળી હતી. આમ ગુજરાત ટાઈટન્સના બેટ્સમેનો યશ ઠાકુર અને કૃણાલ પંડ્યાના બોલિંગનો સામનો કરી શક્યા નહીં.

રાહુલ અને સ્ટોઇનિસે લખનૌ સુપર જાયન્ટ્સની સંભાળી હતી કમાન


મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 5 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. ટીમે માત્ર 6 રનમાં પ્રથમ વિકેટ ક્વિન્ટન ડી કોક (6 રન) ના રૂપમાં ગુમાવી દીધી હતી. આ પછી દેવદત્ત પડિકલ (7 રન)ના રૂપમાં તેની બીજી વિકેટ પણ 18 રન પર પડી. પરંતુ કેપ્ટન કેએલ રાહુલે 33 રન અને માર્કસ સ્ટોઈનિસે 58 રન બનાવીને સ્કોરબોર્ડને આગળ ધપાવ્યો હતો.

ગુજરાત ટાઈટન્સ Vs લખનૌ સુપર જાયન્ટ્સ સામ-સામે


કુલ મેચો: 5
GT જીત્યું: 4
LSG જીત્યું: 1


બન્ને ટીમોની પ્લેઈંગ-11


ગુજરાત ટાઇટન્સઃ શરથ બીઆર (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન, મોહિત શર્મા અને દર્શન નલકાંડે.


લખનૌ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), દેવદત્ત પડિકલ, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, નવીન ઉલ હક અને મયંક યાદવ.

આ સમાચાર શેર કરો