મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPLની મેગા હરાજી પહેલા રાહુલને લખનૌની ટીમ રિલીઝ કરે તેવી શક્યતા

IPLની આગામી સિઝન પહેલા મેગા હરાજી યોજાવાની છે. આ પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓ ક્યા ખેલાડીઓને રિટેન

IPLની મેગા હરાજી પહેલા રાહુલને લખનૌની ટીમ રિલીઝ કરે તેવી શક્યતા

IPLની આગામી સિઝન પહેલા મેગા હરાજી યોજાવાની છે. આ પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓ ક્યા ખેલાડીઓને રિટેન કરવા અને કોને રિલીઝ કરવા તેની ગડમથલમાં વ્યસ્ત છે. લખનૌ સુપરજાયન્ટ્સની ટીમ તેના કેપ્ટન કેએલ રાહુલને રિલીઝ કરે તેવી શક્યતા છે. રાહુલના સ્ટ્રાઇકરેટથી ફ્રેન્ચાઇઝીનો નવો કોચિંગ સ્ટાફ ખાસ ઉત્સાહિત લાગતો નથી અને  તેને કારણે રાહુલને બહાર કરવામાં આવે તેવી શક્યતા છે.

લખનૌ સુપરજાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા અને તેમની ટીમના કેપ્ટન રાહુલ વચ્ચે ગત સિઝનમાં જાહેરમાં ટકરાવ સર્જાયો હોય તેવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. લખનૌના કેપ્ટન તરીકે રાહુલનો ખાસ પ્રભાવ જોવા મળ્યો નથી. રિપોર્ટ અનુસાર, રાહુલનો સ્ટ્રાઇકરેટ ચિંતાજનક રહ્યો છે અને ટીમના નવા હેડ કોચ લેંગર અને મેન્ટર ઝહીર ખાન તેનાથી ખુશ નથી. જ્યારે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ અમલમાં છે ત્યારે ટોપ ઓર્ડરના બેટ્સમેનની આટલી ધીમી રમત ચલાવી જ ન લેવાય.

ધોની અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે

ચેન્નાઇ સુપર કિંગ્સન ધુરંધર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન ધોની IPLની આગામી સિઝનમાં રમશે કે નહીં તેનો નિર્ણય હવે ટૂંક સમયમાં લેવાઇ જશે. ધોનીએ હજુ આગામી સિઝનમાં રમવા અંગે કશું કહ્યું નથી.જોકે, તેને હવે અનકેપ્ડ પ્લેયર તરીકે લિસ્ટ કરવામાં આવી શકે છે. ચેન્નાઇ સુપર કિંગ્સના મેનેજમેન્ટ અને ધોની વચ્ચે ચાલુ મહિનાના અંત ભાગમાં મિટિંગ યોજાવાની છે અને તેમાં કોઇ આખરી નિર્ણય લેવાશે.

ટાઇટન્સમાં બેટિંગ કોચમાં પરિવર્તન?

ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીના બેટિંગ કોચ તરીકે ગુજરાતના જ પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલનું નામ ચર્ચાઇ રહ્યું છે. ટાઇટન્સના બેટિંગ કોચ ગેરી કર્સ્ટન હવે પાકિસ્તાનની ટીમના હેડ કોચ બની ગયા છે. તેમના સ્થાને પાર્થિવ પટેલ ગુજરાતની ટીમની સાથે જોડાય તેવી શક્યતા છે. પાર્થિવ પટેલ આ ઉપરાંત ગુજરાત ટાઇટન્સ માટે નવા ખેલાડીની પસંદગીમાં પણ ધ્યાન આપશે. નેહરા ટીમના હેડ કોચ તરીકે યથાવત છે.

રાહુલનો સ્ટ્રાઇકરેટ

કે.એલ.રાહુલે લખનૌ સુપરજાયન્ટ્સ ટીમના ટોપ ઓર્ડરના બેટ્સમેન તરીકે 14 મેચમાં કૂલ 520 રન ફટકાર્યા છે, જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 136.13નો રહ્યો છે. વર્ષ 2024ની IPLની સિઝનમાં 400 કે વધુ રન ફટકારનારા ખેલાડીઓની યાદીમાં રાહુલનો સ્ટ્રાઇકરેટ સૌથી ઓછો છે.

આ સમાચાર શેર કરો