મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

SRH vs LSG / શાર્દુલ ઠાકુરે લીધી 4 વિકેટ, પૂરન-માર્શે રમી તોફાની ઈનિંગ્સ, લખનૌએ હૈદરાબાદને તેના ઘરમાં હરાવ્યું

નિકોલસ પૂરન-મિશેલ માર્શની તોફાની ઈનિંગ્સને કારણે લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2025ની 7મી મેચમા

SRH vs LSG / શાર્દુલ ઠાકુરે લીધી 4 વિકેટ, પૂરન-માર્શે રમી તોફાની ઈનિંગ્સ, લખનૌએ હૈદરાબાદને તેના ઘરમાં હરાવ્યું

નિકોલસ પૂરન-મિશેલ માર્શની તોફાની ઈનિંગ્સને કારણે લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2025ની 7મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું હતું. ગુરુવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા.

ટ્રેવિસ હેડે સૌથી વધુ 47 રનની ઈનિંગ રમી હતી. જવાબમાં લખનૌએ 16.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. 18મી સિઝનમાં લખનૌની આ પહેલી જીત છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 1 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે લખનૌને 2 પોઈન્ટ મળ્યા છે.

શાર્દુલે એક જ ઓવરમાં 2 ઝટકા આપ્યા

હૈદરાબાદ તરફથી ટેવિસ હેડ અને અભિષેક શર્મા બેટિંગ કરવા આવ્યા હતા. ફેન્સને આ મેચમાં 300થી વધુના સ્કોરની અપેક્ષા હતી. જોકે, હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજી ઓવરમાં શાર્દુલ ઠાકુરે હૈદરાબાદને સતત બે ઝટકા આપ્યા હતા. અભિષેક શર્મા પહેલા બોલ પર કેચ આઉટ થયો. તેણે 6 બોલમાં 6 રન બનાવ્યા. બીજા જ બોલ પર, ઈશાન કિશન ખાતું ખોલાવ્યા વિના પવેલિયન પાછો ફર્યો હતો.

પ્રિન્સ યાદવે હેડને બોલ્ડ કર્યો

આ પછી, હેડે નીતિશ રેડ્ડી સાથે મળીને ઈનિંગની કમાન સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 61 રન જોડ્યા હતા. પ્રિન્સ યાદવે ટ્રેવિસ હેડને બોલ્ડ કરીને આ પાર્ટનરશિપ તોડી હતી. હેડ ફિફ્ટી ચૂકી ગયો અને 28 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. વિકેટકીપર હેનરિક ક્લાસેને 17 બોલમાં 26 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડીને રવિ બિશ્નોઈએ બોલ્ડ કર્યો. તેણે 28 બોલનો સામનો કર્યો અને 32 રન બનાવ્યા હતા.

આ પછી અનિકેત વર્માએ 13 બોલમાં 5 છગ્ગાની મદદથી 36 રનની ઈનિંગ રમી હતી. અભિનવ મનોહરે 2 રન બનાવ્યા હતા. કેપ્ટન પેટ કમિન્સે 4 બોલમાં 3 છગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ 1 રન બનાવ્યો હતો. સિમરજીત સિંહ 3 અને હર્ષલ પટેલ 12 રન બનાવીને અણનમ રહ્યા હતા. શાર્દુલ ઠાકુરે 4 વિકેટ લીધી હતી.

પૂરને 70 રન ફટકાર્યા

લખનૌને બીજી ઓવરમાં જ પહેલો ઝટકો લાગ્યો. એડેન માર્કરામ શમીનો શિકાર બન્યો હતો. તેણે 1 રન બનાવ્યો હતો. આ પછી, મિશેલ માર્શે નિકોલસ પૂરન સાથે 116 રનની પાર્ટનરશિપ કરી હતી. 9મી ઓવરમાં પેટ કમિન્સે પૂરનને LBW આઉટ કર્યો. તેણે 26 બોલમાં 70 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. પૂરનના આઉટ થયા પછી, માર્શે આક્રમક શોટ રમવાનું ચાલુ રાખ્યું અને 31 બોલમાં 52 રન બનાવ્યા હતા. આયુષ બડોની ફક્ત 6 રન બનાવી શક્યો હતો.

કેપ્ટન રિષભ પંત બીજી મેચમાં પણ નિષ્ફળ ગયો હતો. આ મેચમાં તેણે 15 બોલ રમ્યા અને 1 છગ્ગાની મદદથી માત્ર 15 રન બનાવ્યા હતા. ડેવિડ મિલર 7 બોલમાં 13 રન બનાવીને અણનમ રહ્યો અને અબ્દુલ સમદ 8 બોલમાં 22 રન બનાવીને અણનમ રહ્યો હતો. કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ લીધી. જ્યારે મોહમ્મદ શમી, એડમ ઝેમ્પા અને હર્ષલ પટેલને 1-1 સફળતા મળી હતી.

આ સમાચાર શેર કરો