Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Lovlina Borgohain wins gold in Asian Games 2026

Asian Games 2026 / લવલીના બોરગોહેને જન્મદિવસ પર જીત્યો ગોલ્ડ મેડલ, ચીની ખેલાડીને હરાવી 12 વર્ષની રાહનો અંત લાવ્યો

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
Asian Games 2026 / લવલીના બોરગોહેને જન્મદિવસ પર જીત્યો ગોલ્ડ મેડલ, ચીની ખેલાડીને હરાવી 12 વર્ષની રાહનો અંત લાવ્યો
સોર્સ : gstv

ભારતની સ્ટાર બોક્સર લવલીના બોરગોહેને એશિયન ગેમ્સ 2026માં મહિલા 75 કિગ્રા વર્ગમાં શાનદાર પ્રદર્શન સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. લવલીનાએ ફાઈનલમાં ચીની ખેલાડી બાઓ ઝીયીને હરાવી હતી. ખાસ વાત એ છે કે, તે આજે (2 ઓક્ટોબર) પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે, અને આ ખાસ પ્રસંગે તેણે દેશને ગોલ્ડ મેડલ ગિફ્ટ આપી છે. આ સાથે, લવલીનાએ મહિલા બોક્સિંગમાં ભારતની 12 વર્ષની ગોલ્ડ મેડલની રાહનો અંત લાવ્યો છે.

App Store

પ્રથમ રાઉન્ડથી જ લવલીનાનું વર્ચસ્વ

મહિલા 75 કિગ્રા ફાઈનલમાં લવલીનાનો સામનો ચીનની બાઓ ઝીયી સામે થયો. ચીની બોક્સરે પહેલા રાઉન્ડમાં આક્રમક શરૂઆત કરી હતી, પરંતુ લવલીનાએ પોતાનો સંયમ જાળવી રાખ્યો અને યોગ્ય ક્ષણો પર પાંચ લગાવ્યા. આનો ફાયદો થયો અને તેણે પ્રથમ રાઉન્ડ 3-2થી જીત્યો.

બીજા રાઉન્ડમાં બંને બોક્સર્સ વચ્ચે કઠિન મુકાબલો જોવા મળ્યો. જોકે, લવલીનાએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું, રાઉન્ડ 4-1થી જીત્યો. આ સાથે, તેણે મેચમાં 2-0ની લીડ મેળવી અને ગોલ્ડ મેડલ તરફ પોતાની સ્થિતિ મજબૂત કરી.

લવલીનાએ ત્રીજા રાઉન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો

પ્રથમ બે રાઉન્ડ જીતીને 2-0ની લીડ મેળવી ચૂકેલી લવલીના બોરગોહેને ત્રીજા રાઉન્ડમાં પોતાનું પ્રભાવશાળી ફોર્મ જાળવી રાખ્યું. તેણે આ રાઉન્ડ 5-0થી એકતરફી રીતે જીત્યો અને મેચ જીતીને ગોલ્ડ મેડલ કબજે કર્યો.

લવલીના અગાઉ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ મુકાબલા સુધી પહોંચી હતી, પરંતુ તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. હવે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને તેણે તે ખામીને પૂર્ણ કરી છે. લવલીના પછી હવે બધાની નજર મહિલા બોક્સર પરવીન અને પુરુષ બોક્સર અંકુશના ગોલ્ડ મેડલ મુકાબલા પર છે. ભારતની મેડલ સંખ્યા હવે 70 થઈ ગઈ છે, જેમાં 12 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.