મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 World Cup 2024 / લોકી ફર્ગ્યુસને રેકોર્ડ બનાવ્યો, PNG સામે 4 મેડન ઓવર ફેંકી

T20 વર્લ્ડ કપ 2024માં 39મી મેચ ન્યુઝીલેન્ડ અને પાપુઆ ન્યુ ગીની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડ ટીમન

T20 World Cup 2024 / લોકી ફર્ગ્યુસને રેકોર્ડ બનાવ્યો, PNG સામે 4 મેડન ઓવર ફેંકી

T20 વર્લ્ડ કપ 2024માં 39મી મેચ ન્યુઝીલેન્ડ અને પાપુઆ ન્યુ ગીની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડ ટીમના બોલરો શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કીવીબોલર લોકી ફર્ગ્યુસને શાનદાર બોલિંગ કરી હતી અને તેણે પાપુઆ ન્યુ ગિની સામે 4 ઓવર ફેંકી હતી અને તેણે તમામ 4 ઓવર મેડન્સ તરીકે ફેંકી હતી. લોકી ફર્ગ્યુસને આ દરમિયાન ત્રણ વિકેટ પણ ઝડપી હતી. આ એક મોટો રેકોર્ડ છે. લોકી ફર્ગ્યુસને 24 બોલમાં 24 ડોટ્સ ફેંક્યા હતા. વર્લ્ડ કપમાં આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે.

ન્યુઝીલેન્ડ માટે T20 વર્લ્ડ કપ ખરાબ રહ્યો હતો

T20 વર્લ્ડ કપ 2024માં ન્યુઝીલેન્ડની ટીમનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. ટીમને વર્લ્ડ કપની પ્રથમ બે મેચમાં અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝના સામે હારનો સામનો કરવો પડ્યો હતો. યુગાન્ડા સામે મોટી જીત છતાં, ન્યુઝીલેન્ડ પહેલાથી જ સુપર 8ની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, જ્યારે અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગ્રુપ સીમાંથી ક્વોલિફાઈ કર્યું છે. આવી સ્થિતિમાં પાપુઆ ન્યુ ગિની સામે રમાયેલી મેચ T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની છેલ્લી મેચ છે.

પાપુઆ ન્યુ ગિની સામે રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કીવી બોલરો તેના નિર્ણય પર ખરા ઉતર્યા. આ મેચમાં તેમણે પાપુઆ ન્યુ ગિનીને 19.4 ઓવરમાં 78 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. આ દરમિયાન લોકી ફર્ગ્યુસને 3 વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ડ, ટિમ સાઉથી અને ઈશ સોઢીએ 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય મિશેલ સેન્ટનરે 1 વિકેટ લીધી હતી.

આ સમાચાર શેર કરો