મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ગૌતમ ગંભીર પહેલા લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ પૂરો થઈ

ગૌતમ ગંભીર પહેલા લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ પૂરો થઈ રહ્યો છે. દ્રવિડ પછી કોણ બનશે ભારતીય ટીમના મુખ્ય કોચ કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ ગૌતમ ગંભીર મુખ્ય કોચ બનવું નિશ્ચિત છે. હાલમાં જે માહિતી આવી તે ચોંકાવનારી છે. જે મુજબ ગંભીર પહેલા વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનશે.

જણાવી દઈએ કે T20 વર્લ્ડ 2024 પછી ટીમ ઈન્ડિયા 5 મેચની T20 સીરિઝ માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે જવાની છે. આ પ્રવાસમાં નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાની સાથે જઈ શકે છે. જો ગંભીર ટીમ ઈન્ડિયાનો કોચ બનશે તો તે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

એક સૂત્રના જણાવ્યા મુજબ આ વાતની સંભાવના છે કે વી.વી.એસ લક્ષ્મણ NCAના કેટલાક કોચ સાથે ઝિમ્બાબ્વે જશે. જ્યારે પણ રાહુલ દ્રવિડ અને પ્રથમ ટીમના કોચે તેમના કાર્યકાળ દરમિયાન બ્રેક લીધો, ત્યારે લક્ષ્મણ અને તેની ટીમ હંમેશા આગળ આવી હતી.
 
જો ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનશે તો શ્રીલંકા પ્રવાસમાં ટીમ સાથે જોડાઈ શકશે. ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ ભારતીય ટીમ ત્રણ મેચની T20 અને ત્રણ મેચની ODI શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસે જવાની છે. રસપ્રદ એ રહેશે કે આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે કોણ જોવા મળે છે.  

આ સમાચાર શેર કરો