Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Kuldeep and Vanshika's wedding photos and videos went viral

VIDEO: લગ્નના બંધનમાં બંધાયા કુલદીપ અને વંશિકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટો અને વીડિયો

Timeછેલ્લું અપડેટ : 15 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતનો સ્ટાર ક્રિકેટર કુલદીપ યાદવ લગ્નના બંધનમાં બંધાયો છે. તેણે 14 માર્ચે તેની બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્ન કર્યા છે. લગ્ન સમારંભ અને ધાર્મિક વિધિઓ ઉત્તરાખંડના મસૂરીમાં સવોય હોટેલમાં યોજાઈ હતી. પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને ક્રિકેટ સાથે જોડાયેલી અનેક હસ્તીઓએ આ કપલને આશીર્વાદ આપવા હાજરી આપી હતી.

App Store

આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલ ચર્ચામાં હતો, તે તિલક વર્મા સાથે ડાન્સ કરતો પણ જોવા મળ્યો હતો. અહેવાલોનું માનીએ તો વિરાટ કોહલી, પીયૂષ ચાવલા, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, સુનીલ ગાવસ્કર, રિંકુ સિંહ અને સુરેશ રૈનાએ પણ કુલદીપના લગ્નમાં હાજરી આપી હતી.

યુઝવેન્દ્ર ચહલે કહ્યું હતું કે, તે તેના ભાઈ કુલદીપ યાદવના લગ્નમાં ખૂબ નાચવા અને મજા માણવા માંગે છે. દરમિયાન, સ્ટાર બેટ્સમેન તિલક વર્માએ કહ્યું હતું કે તે ફરીથી ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરતા પહેલા કુલદીપના લગ્નમાં ખૂબ મજા કરવા માંગે છે.

તેના લગ્નના ફોટા અને વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. અહેવાલો મુજબ, 17 માર્ચે લખનૌમાં એક ભવ્ય રિસેપ્શન યોજાશે, જેમાં ક્રિકેટ સિવાય રાજકીય અને બિઝનેસ જગત સંબંધિત હસ્તીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.