મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

KKR Vs DC : કોલકાતાએ IPLના ઈતિહાસનો બીજો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો, દિલ્હીના બોલરોને ધોઈ નાખ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વિશાખાપટ્ટનમના ડ

KKR Vs DC : કોલકાતાએ IPLના ઈતિહાસનો બીજો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો, દિલ્હીના બોલરોને ધોઈ નાખ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વિશાખાપટ્ટનમના ડો. વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. જેમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 272 રન બનાવ્યા છે. આ સાથે કોલકાતા આઈપીએલના ઇતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ હૈદરાબાદે મુંબઈ સામે 277 રન ફટકાર્યા હતા.

સુનીલ નારાયણે 39 બોલમાં 85 રન ફટકાર્યા

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાએ આક્રમક શરૂઆત કરી હતી. ફિલિપ સોલ્ટ અને સુનીલ નારાયણ પ્રથમ વિકેટ માટે 4.3 ઓવરમાં 60 રનની ભાગીદારી કરી હતી. ફિલિપ 18 રન બનાવીને એનરિક નોર્કિયાનો શિકાર બન્યો હતો. જે બાદ નારાયણ અને અંગક્રિશ રઘુવંશીએ બીજી વિકેટ માટે 104 રનની પાર્ટનરશિપ કરી હતી. સુનીલ નારાયણે 39 બોલમાં 7 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 85 રન બનાવ્યા હતા.

આન્દ્રે રસેલે પણ તાબડતોબ બેટિંગ કરી

જ્યારે અંગક્રિશ રઘુવંશીએ 27 બોલમાં 3 સિક્સ અને 5 ફોરની મદદથી 54 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ આન્દ્રે રસેલે પણ તાબડતોબ બેટિંગ કરી હતી. તેણે 19 બોલમાં 41 રનની ઈનિંગ રમી હતી.

બંને ટીમની પ્લેઇંગ ઈલેવન

દિલ્હી કેપિટલ્સ : પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, રસિક દાર સલામ, એનરિક નોર્કિયા, ઈશાંત શર્મા અને ખલીલ અહેમદ.

કોલકાતા નાઈટ રાઈડર્સ: ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, શ્રેયસ અય્યર (કેપ્ટન), રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

આ સમાચાર શેર કરો