મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: કોહલીના- 'રોકેટ થ્રો'ના થઈ રહ્યા છે વખાણ, પંજાબ કિંગ્સના બેટ્સમેનને કર્યો રન આઉટ

ધર્મશાલામાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 60 રનથી હરાવ્યું.. પ્રથમ બેટિંગ કરતા &nbs

VIDEO: કોહલીના- 'રોકેટ થ્રો'ના થઈ રહ્યા છે વખાણ, પંજાબ કિંગ્સના બેટ્સમેનને કર્યો રન આઉટ

ધર્મશાલામાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 60 રનથી હરાવ્યું.. પ્રથમ બેટિંગ કરતા  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 241 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સની ટીમ 181 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીનો થ્રો ચર્ચામાં રહ્યો હતો. કોહલીની ફિલ્ડિંગનો રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કોહલીની ફિલ્ડિંગનો રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

શશાંક સિંહ પંજાબ તરફથી ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. બીજા છેડે કેપ્ટન સેમ કરન હતો. સેમ કુરેને 16મી ઓવરના ત્રીજા બોલ પર શોટ રમ્યો હતો, અને રન લેવા દોડ્યો હતો. શશાંક અને સેમે સફળતાપૂર્વક પ્રથમ રન લીધો. આ પછી તે બીજા રન માટે પણ દોડ્યો હતો. કોહલી ઝડપથી બોલ તરફ આગળ વધ્યો અને આંખના પલકારામાં તેણે શશાંકને આઉટ કર્યો. કોહલીનો થ્રો સીધો સ્ટમ્પ પર લાગ્યો અને શશાંક રનઆઉટ થયો. આ થ્રોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કોહલીએ પંજાબ કિંગ્સ સામે વિસ્ફોટક ઇનિંગ રમી

કોહલીએ પંજાબ કિંગ્સ સામે વિસ્ફોટક ઇનિંગ રમી હતી. 47 બોલમાં 92 રન બનાવ્યા હતા. ઈનિંગમાં 6 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીની ઇનિંગ્સના બદલામાં RCBએ 241 રન બનાવ્યા હતા. બેટિંગની સાથે  ફિલ્ડિંગમાં પણ શ્રેષ્ઠતા બતાવી હતી. આ પહેલા પણ કોહલી ડાયરેક્ટ થ્રોથી ખેલાડીઓને આઉટ કરી ચૂક્યો છે. આરસીબી દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી પંજાબની ટીમ 181 રન જ બનાવી શકી હતી. તેને 60 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો