મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

'અગર મૈંને તુમ્હે પાયા ન હોતા તો...' કોહલીએ અનુષ્કાના જન્મદિને વરસાવ્યો પ્રેમ, શેર કર્યા રોમેન્ટિક ફોટો

બોલીવુડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 1 મે 1988ના રોજ અયોધ્યામાં

'અગર મૈંને તુમ્હે પાયા ન હોતા તો...' કોહલીએ અનુષ્કાના જન્મદિને વરસાવ્યો પ્રેમ, શેર કર્યા રોમેન્ટિક ફોટો

બોલીવુડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 1 મે 1988ના રોજ અયોધ્યામાં થયો હતો. ( Anushka's birthday) અનુષ્કાને તેના જન્મદિવસ પર ચાહકો તરફથી ઘણી બધી શુભેચ્છાઓ મળી રહી છે. ત્યારે અનુષ્કાના પતિ અને અનુભવી ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ પણ તેના માટે એક પોસ્ટ શેર કરી છે. કોહલીએ પોતાની પત્નીને રોમેન્ટિક અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સાથે જ મનમોહક ફોટો પણ શેર કર્યા છે.

કોહલીએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “અગર મૈંને તુમ્હે પાયા ન હોતા, તો મૈ પૂરી તરહ સે ખો જાતા. હેપી બર્થડે માય લવ. તુમ હમારી દુનિયા કી રોશની હો. હમ તુમ્હે બહુત પ્યાર કરતે હૈ.'' તમને જણાવી દઈએ કે, કોહલી અને અનુષ્કાએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. સ્ટાર કપલને બે બાળકો છે. પુત્રીનું નામ વામિકા અને પુત્રનું નામ અકાય છે. અકાયનો જન્મ 5 ફેબ્રુઆરી 2024ના રોજ થયો હતો. કોહલી અને અનુષ્કાએ 2021માં વામિકાને દુનિયામાં આવકારી હતી.

કોહલીએ અનુષ્કાના બર્થ ડે માટે કરેલી પોસ્ટ ઉપર ફેન્સ તરફથી જુદા જુદા રિએક્શન આવી રહ્યા છે. લોકો કોહલી અને અનુષ્કાના બોન્ડિંગના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'સંબંધ આવો હોવો જોઈએ.' બીજા યુઝરે કહ્યું, "વિરાટ કોહલીની સૌથી મજબૂત સપોર્ટ સિસ્ટમને જન્મ દિવસની શુભકામના. અન્ય એક યુઝરે લખ્યું 'બંનેની જોડી ખૂબ જ ક્યૂટ છે.'

નોંધનીય છે કે આ દિવસોમાં કોહલી IPL 2024માં ધૂમ મચાવી રહ્યો છે. આરસીબીના સ્ટાર ખેલાડી કોહલીએ વર્તમાન સિઝનમાં અત્યાર સુધી 10 મેચમાં 500 રન બનાવ્યા છે. તેના બેટમાંથી એક સદી અને ચાર અડધી સદી આવી છે. આ સિઝનમાં અત્યારે કોહલીની પાસે ઓરેન્જ કેપ છે. આઈપીએલ બાદ તે ટી20 વર્લ્ડ કપ 2024માં પણ ધૂમ મચાવશે. BCCIએ હાલમાં જ આગામી વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં કોહલીનો સમાવેશ કર્યો છે.

આ સમાચાર શેર કરો