મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

5 કિલો ચાંદી, વૈભવી મકાન, Audi, BMWમાં ફરે છે નવા હેડ કોચ ગૌતમ ગંભીર, જાણો કેટલી છે સંપત્તિ?

T20 વર્લ્ડ કપ 2024 બાદ રાહુલ દ્રવિડે ભારતીય ટીમના મુખ્ય કોચનું પદ છોડી દીધું હતું. હવે ભારતીય

5 કિલો ચાંદી, વૈભવી મકાન, Audi, BMWમાં ફરે છે નવા હેડ કોચ ગૌતમ ગંભીર, જાણો કેટલી છે સંપત્તિ?

T20 વર્લ્ડ કપ 2024 બાદ રાહુલ દ્રવિડે ભારતીય ટીમના મુખ્ય કોચનું પદ છોડી દીધું હતું. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરને જવાબદારી સોંપી છે. ગંભીર હવે કોચનું પદ સંભાળશે, પરંતુ આ પહેલા તેણે આઈપીએલમાં કોમેન્ટ્રી અને મેન્ટરશિપ કરીને ઘણી કમાણી કરી છે. આ સિવાય તેણે ઘણી કંપનીઓમાં મોટી રકમનું રોકાણ કર્યું છે. તો ચાલો જાણીએ કે, ભારતીય ટીમના નવા હેડ કોચની નેટવર્થ કેટલી છે અને તેમની પાસે કેટલી પ્રોપર્ટી છે.

ગૌતમ ગંભીરની અંદાજિત નેટવર્થ

ગૌતમ ગંભીરને વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાંથી એક ગણવામાં આવે છે. તેમની કુલ સંપત્તિ લગભગ 265 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તે માત્ર ક્રિકેટમાંથી જ નહીં પરંતુ બ્રાન્ડ સ્પોન્સરશિપ અને ઘણા બિઝનેસમાં રોકાણ કરીને પણ કમાણી કરે છે. તેમણે નાના બિઝનેસ, રેસ્ટોરન્ટ અને રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. એક અંદાજ મુજબ ગંભીર સ્ટાર સ્પોર્ટ્સ માટે કોમેન્ટ્રી અને અન્ય ક્રિકેટ મીડિયા સંબંધિત કામ કરીને 1.5 કરોડ રૂપિયા કમાય છે. ઉલ્લેખનીય છે કે, ગંભીર 2019ની લોકસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હી સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તે સમયે તેણે ચૂંટણી પંચ સમક્ષ પોતાની વાર્ષિક આવક 12.4 કરોડ રૂપિયા જાહેર કરી હતી.

દિલ્હીના રાજેન્દ્ર નગરમાં 15 કરોડની કિંમતનું ઘર

ગૌતમ ગંભીરનું દિલ્હીના રાજેન્દ્ર નગર વિસ્તારમાં એક આલીશાન ઘર છે, જેની કિંમત અંદાજે 15 કરોડ રૂપિયા છે. આ સિવાય તેમની પાસે ગ્રેટર નોઈડાના જેપી વિશ ટાઉનમાં 4 કરોડ રૂપિયાનો પ્લોટ છે. તેમની પાસે મલકાપુર ગામમાં એક પ્લોટ પણ છે જેની કિંમત 1 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે 5 કિલો ચાંદી પણ છે.

IPLમાંથી 25 કરોડની કમાણી

ગૌતમ ગંભીરે છેલ્લે 2018માં IPLમાં મેચ રમી હતી, જ્યારે તેને એક સિઝન રમવા માટે 2.8 કરોડ રૂપિયા મળ્યા હતા. પરંતુ IPL 2024માં તે કોલકાતા નાઈટ રાઈડર્સમાં મેન્ટર તરીકે જોડાયો હતો. ગંભીરે IPL 2025માં મેન્ટર તરીકે કામ કરવા માટે 25 કરોડ રૂપિયા લીધા હતા. જ્યારે IPLનો સૌથી મોંઘો ખેલાડી મિચેલ સ્ટાર્ક છે, જેને KKR એ 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગંભીર આઈપીએલમાં કોઈપણ મેચ રમ્યા વિના ખેલાડીઓ કરતાં વધુ કમાણી કરે છે.

ગૌતમ ગંભીરનું કાર કલેક્શન

પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરને પણ કારનો ઘણો શોખ છે. લક્ઝરી કારની વાત કરીએ તો તેની પાસે Audi Q5 અને BMW 530d પણ છે. તેના કાર કલેક્શનમાં ટોયોટા કોરોલા અને મહિન્દ્રા બોલેરો સ્ટિંગર પણ છે. એવું કહેવાય છે કે, તેની પાસે મર્સિડીઝ GLS 350D પણ છે, જેની બજાર કિંમત લગભગ 88 લાખ રૂપિયા છે.

આ સમાચાર શેર કરો