મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

KL રાહુલે જણાવ્યું IPLમાં કઈ રીતે સિલેક્ટ થાય છે ખેલાડીઓ, શું ભૂલ કરી રહ્યા છે ટીમના માલિકો

કેપ્ટન તરીકે કેએલ રાહુલ માટે 2024ની આઈપીએલ ખાસ ન હતી. રાહુલની કપ્તાનીવાળી લખન

KL રાહુલે જણાવ્યું IPLમાં કઈ રીતે સિલેક્ટ થાય છે ખેલાડીઓ, શું ભૂલ કરી રહ્યા છે ટીમના માલિકો

કેપ્ટન તરીકે કેએલ રાહુલ માટે 2024ની આઈપીએલ ખાસ ન હતી. રાહુલની કપ્તાનીવાળી લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી નહીં. ટીમ પોઈન્ટ ટેબલમાં 7મા ક્રમે હતી. આ સિવાય રાહુલે ટીમના માલિક સંજીવ ગોયન્કા સાથે પણ કેટલીક દલીલો કરી હતી, જ્યારે હૈદરાબાદ સામેની મેચમાં ટીમ 10 વિકેટે હારી ગઈ હતી. હવે IPL 2025 પહેલા લખનૌના કેપ્ટને ટૂર્નામેન્ટના સિક્રેટ્સનો પર્દાફાશ કર્યો છે.

રાહુલે 'નિખિલ કામથ'ના પોડકાસ્ટ પર IPL વિશે વાત કરી. રાહુલે કહ્યું કે, ટીમના માલિકો બિઝનેસ બેકગ્રાઉન્ડના છે અને તેઓ રિસર્ચ બાદ ટીમની પસંદગી કરે છે. તમને ડેટાના આધારે સારા ખેલાડીઓ મળી શકે છે, પરંતુ તેમનું આખું વર્ષ ખરાબ હોઈ શકે છે. રમતગમતના તમામ ખેલાડીઓના ખરાબ દિવસો હોય છે.

રાહુલે કહ્યું, "માલિકો બિઝનેસ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, રિસર્ચ કરે છે અને ટીમ પસંદ કરે છે, પરંતુ તમે દરેક મેચ જીતી જશો તેની કોઈ ગેરંટી નથી. તમને ડેટા અનુસાર શ્રેષ્ઠ ખેલાડીઓ મળી શકે છે, પરંતુ તેમનું વર્ષ ખરાબ હોઈ શકે છે." રમતગમતમાં દરેક ખેલાડીનો ખરાબ દિવસ આવી શકે છે."

RCB સાથે જોડાઈ શકે છે રાહુલ

ઉલ્લેખનીય છે કે, લખનૌના માલિક સાથેની દલીલ બાદ સમાચાર તેજ બની ગયા હતા કે, ફ્રેન્ચાઈઝી મેગા ઓક્શન પહેલા રાહુલને રિલીઝ કરી શકે છે. IPL 2025 પહેલા મેગા ઓક્શન યોજાવાની છે. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, જો રાહુલને લખનૌમાંથી મુક્ત કરવામાં આવે છે, તો તે તેની જૂની ફ્રેન્ચાઇઝી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં પરત ફરી શકે છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી સામે આવી નથી.

અત્યાર સુધી આવી રહી છે રાહુલની IPL કરિયર 

નોંધનીય છે કે, કેએલ રાહુલે IPLમાં અત્યાર સુધી 132 મેચ રમી છે, જેમાં તેણે 45.47ની એવરેજ અને 134.61ની સ્ટ્રાઈક રેટથી 4683 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 સદી અને 37 અડધી સદી ફટકારી છે.

આ સમાચાર શેર કરો