મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારતીય ટીમના ક્રિકેટર રાહુલના ઘરે બંધાશે પારણું, પોસ્ટ શેર કરી ફેન્સને આપ્યા ગુડ ન્યૂઝ

ભારતીય ક્રિકેટ ટીમના બેટર કે.એલ. રાહુલ પિતા બનવા જઈ રહ્યો છે. તેની પત્ની આથિયા શેટ્ટી આગામી સમયમાં બાળકને

ભારતીય ટીમના ક્રિકેટર રાહુલના ઘરે બંધાશે પારણું, પોસ્ટ શેર કરી ફેન્સને આપ્યા ગુડ ન્યૂઝ

ભારતીય ક્રિકેટ ટીમના બેટર કે.એલ. રાહુલ પિતા બનવા જઈ રહ્યો છે. તેની પત્ની આથિયા શેટ્ટી આગામી સમયમાં બાળકને જન્મ આપશે. આ માહિતી ખુદ રાહુલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી હતી. હવે ફેન્સ આ સમાચાર બાદ કેએલ રાહુલને અભિનંદન આપી રહ્યા છે. રાહુલ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમનો ભાગ છે.

રાહુલે શુક્રવારે સાંજે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, આથિયા માતા બનવા જઈ રહી છે અને તે 2025માં બાળકને જન્મ આપશે. રાહુલ અને આથિયાના લગ્ન 2023માં થયા હતા. રાહુલ અને આથિયાના નજીકના મિત્રોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.  

આ પણ વાંચો: IPL 2025: પંત સહિત આ વિકેટકીપર ખેલાડી મેગા ઓક્શનમાં ધૂમ મચાવશે

 

હાલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે રાહુલ 

હાલમાં રાહુલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તે ભારત A અને ઓસ્ટ્રેલિયા A ટીમ વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી બિનસત્તાવાર ટેસ્ટનો ભાગ છે. રાહુલ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. ઓપનર તરીકે તે પહેલી ઇનિંગમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. અને બીજી ઇનિંગમાં તે માત્ર 10 રન બનાવી શક્યો હતો. આ પહેલા રાહુલ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો. જોકે, આગામી સમયમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સીરિઝનો તે ભાગ છે. કે.એલ રાહુલ હાલના દિવસોમાં ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. જેના કારણે તેને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો