મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

KKR vs RR: જોસ બટલરે સદી સાથે રચ્યો ઇતિહાસ, એકલા હાથે રાજસ્થાનને રેકોર્ડ બ્રેક જીત અપાવી

રાજસ્થાન રોયલ્સે ગત રોજ રમાયેલી રોમાંચક મેચમ

KKR vs RR: જોસ બટલરે સદી સાથે રચ્યો ઇતિહાસ, એકલા હાથે રાજસ્થાનને રેકોર્ડ બ્રેક જીત અપાવી

રાજસ્થાન રોયલ્સે ગત રોજ રમાયેલી રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને માત્ર 2 વિકેટથી હરાવ્યું. જોસ બટલરની યાદગાર સદીના કારણે રાજસ્થાને 224 રનના રેકોર્ડ લક્ષ્યાંકને છેલ્લા બોલે હાંસલ કરીને દમદાર જીત નોંધાવી હતી. ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ સુનીલ નારાયણની પ્રથમ IPL સદી ફટકારી હતી. કોલકાતાએ 223 રન બનાવ્યા હતા.

રાજસ્થાને લક્ષ્યાંકનો પીછો કરતાં મેચની છેલ્લી ઓવરના છેલ્લા બોલે જીત દાખવી હતી. જોસ બટલરે સદી ફટકારી હતી. (107 રન અણનમ 60 બોલમાં 9 ચોગ્ગા, 6 છગ્ગા ) એકબાજી સતત વિકેટો પડી રહી હતી, પણ આ વચ્ચે અડીખમ રહીને ટીમને જીત અપાવી હતી. છેલ્લી બે ઓવરમાં એકલા હાથે 28 રન બનાવીને IPL ઈતિહાસમાં સૌથી સફળ રન ચેઝ કર્યો હતો. એટલું જ નહીં, પહેલીવાર કોઈ ટીમે ઈડન ગાર્ડન્સમાં IPLમાં 200થી વધુનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

આ મેચમાં જોસ બટલરનું દમદાર ફોર્મ રાજસ્થાન માટે મહત્ત્વ પૂર્ણ સાબિત થયું છે. જે ઈજાના કારણે છેલ્લી મેચમાં રમી શક્યો ન હતો. આ મેચમાં પણ તે સંપૂર્ણ રીતે ફિટ નહોતો, ડાબા પગમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. છતાં તેણે અડીખમ રહીને વિસ્ફોટક ઈનિંગ રમીને ટીમને જીત અપાવી.

 

ટીમના અન્ય ખેલાડીઓ તેને લાંબા સમય સુધી સાથ આપી શક્યા ન હતા. તેની શરૂઆત યશસ્વી જયસ્વાલથી થઈ હતી, જે ઝડપી શરૂઆત બાદ ફરીથી વહેલો આઉટ થઈ ગયો હતો. કેપ્ટન સંજુ સેમસન પણ ટકી શક્યો નહોતો. આ પછી રિયાન પરાગે માત્ર 14 બોલમાં 34 રન ફટકારીને રાજસ્થાનના સ્કોરને વેગ આપ્યો હતો, ત્યાર બાદ તે પણ આઉટ થઈ ગયો હતો.

રાજસ્થાને ટીમે 6 ઓવરમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. શિમરન હેટમાયર પણ પ્રથમ બોલ પર જ આઉટ હતો. જોકે બટલર અડગ રહ્યો હતો. તેની ફિટનેસ અને KKRના સ્પિનરો સામે સંઘર્ષ હોવા છતાં, તેણે સ્કોરને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું. ત્યારબાદ રોવમેન પોવેલે 13 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ બટલરે કમાન સંભાળી. પોવેલના આઉટ થયા બાદ રાજસ્થાનને છેલ્લા 19 બોલમાં 46 રનની જરૂર હતી અને બટલરની સાથે માત્ર બોલરો જ બચ્યા હતા. ઇંગ્લિશ બેટ્સમેને માત્ર 55 બોલમાં પોતાની સદી પૂરી કરીને ટીમને જીત તરફ દોરી ગયો

આ સમાચાર શેર કરો