IPL/ KKRમાં આ ખેલાડી ગંભીરની લેશે જગ્યા, શાહરૂખ ખાનની ટીમે કર્યો સંપર્ક
IPL 2024માં ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના મેન્ટર ગૌતમ ગંભીરે આગામી સીઝનમાં જોવા નહીં મળે. ટીમ

IPL 2024માં ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના મેન્ટર ગૌતમ ગંભીરે આગામી સીઝનમાં જોવા નહીં મળે. ટીમ ઇન્ડિયાનો કોચ બનવાનો હોવાથી ગંભીર હવે KKRનો મેન્ટર નહીં રહે. શાહરૂખ ખાનની ટીમ KKRએ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો સંપર્ક કર્યો છે. રાહુલ દ્રવિડને KKR મેન્ટર બનાવવા માંગે છે.
KKRએ દ્રવિડનો કર્યો સંપર્ક
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ટીમના મેન્ટર પૂર્વ સ્ટાર ઓપનર ગૌતમ ગંભીર છે. ગંભીરના નેતૃત્ત્વમાં જ ટીમે IPL 2024નો ખિતાબ જીત્યો છે. જો હવે દાવો કર્યો કે ગંભીર જલદી ભારતીય ટીમની કોચિંગ સંભાળી શકે છે. એવામાં KKR ફ્રેન્ટાઇઝી દ્રવિડને આ જવાબદારી સોપી શકે છે. આ રીતે દ્રવિડ અને ગંભીર એક બીજાના પદ એક્સચેન્જ કરી શકે છે.
રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ
રાહુલ દ્રવિડ 2021માં ભારતીય ટીમના કોચ બન્યા હતા અને તેમના કોચ રહેતા ટીમ 2022 T20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ, 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ, 2023 વન ડે વર્લ્ડકપમાં ફાઇનલમાં પહોંચી હતી. દ્રવિડના કોચ રહેતા જ ભારત 2024 ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું છે.








