પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેને શીખ ધર્મ પર આપ્યું વિવાદિત નિવેદન, હરભજન સિંહ એ હદે ગુસ્સે ભરાયા કે..
પાકિસ્તાનના ઘણા ક્રિકેટરો પોતાના વિવાદીત નિવેદનોને કારણે સતત સમાચારમાં રહે છે. હવે પાકિસ્ત

પાકિસ્તાનના ઘણા ક્રિકેટરો પોતાના વિવાદીત નિવેદનોને કારણે સતત સમાચારમાં રહે છે. હવે પાકિસ્તાન ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે શીખ ધર્મ પર વિવાદિત નિવેદન આપ્યું છે. અકમલે લાઈવ ટીવી પર શીખ ધર્મની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો.
પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ કામરાન પર ગુસ્સે થઈ ગયા હતા. ભજ્જીએ અકમલને તેના અશ્લીલ નિવેદન પર બરોબરનો ઉધડતો લીધો હતો. અકમલે ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ વિશે વાત કરતા આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે અર્શદીપ સિંહે ભારત-પાકિસ્તાન મેચમાં 20મી ઓવર ફેંકવાની વાત કરી હતી.
આક્રમણકારીઓ તમારી માતાઓ અને બહેનોનું અપહરણ કરી ગયા, ત્યારે અમે શીખોએ તેમને બચાવ્યા
લાઈવ ટીવી પર અકમલે અર્શદીપ અને શીખ ધર્મ વીશે વિવાદસ્પદ વાત કહી દીધી હતી. આ વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. અકમલનો વીડિયો શેર કરીને હરભજન સિંહે લખ્યું કે તમારે તમારૂ વાહિયાત મોઢું ખોલતાં પહેલા શીખોનો ઈતિહાસ જાણી લેવો જોઈએ, જ્યારે આક્રમણકારીઓ તમારી માતાઓ અને બહેનોનું અપહરણ કરી ગયા હતા, ત્યારે અમે શીખોએ તેમને બચાવ્યા હતા, શું ત્યારે 12 વાગ્યા હતા. તમને શરમ આવવી જોઈએ...
હરભજન સિંહના સણસણતા જવાબ પછી કામરાન અકમલે શીખ સમુદાયની માફી માંગ
હરભજન સિંહના સણસણતા જવાબ પછી કામરાન અકમલે શીખ કોમ્યુનિટીની માફી માંગી હતી. અકમલે સોશીયલ મીડિયા પર લખ્યું કે મે જે હમણાં જે વિવાદિત ટીપ્પણી કરી છે તે મામલે હું હૃદયથી દિલગીરી અનુભવુ છું, હું ઈમાનદારીથી હરભજન સિંહ અને શીખ સમુદાયની માફી માંગુ છું. મારા શબ્દો ખોટા અને અપમાનજનક હતા. હું વિશ્વભરના શીખોનું સન્માન કરું છું, મારો ઈરાદો ક્યારેય પણ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો, હું ખરા હૃદયથી માફી માંગુ છું.
અગાઉ પણ અર્શદીપ સિંહને લઈને પાકિસ્તાન દ્વારા એક એજન્ડા ચલાવવામાં આવ્યો
ઉલ્લેખનીય છે, અગાઉ પણ અર્શદીપ સિંહને લઈને પાકિસ્તાન દ્વારા એક એજન્ડા ચલાવવામાં આવ્યો હતો, જ્યારે એશિયા કપની મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ તેનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. 2021 T20 વર્લ્ડ કપ મેચમાં જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સામે હારી ગઈ ત્યારે પાકિસ્તાને મોહમ્મદ શમી વિરુદ્ધ એજન્ડા ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય લોકોએ તેમના ખેલાડીઓને જોરદાર સમર્થન આપ્યું અને પાકિસ્તાનને આડે હાથ લીધું હતું.
”








