મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 worldcup: જુમા મિયાગીની ઝુંપડપટ્ટીથી વર્લ્ડકપ સુધીની સફર,  ભારતીય કોચે બતાવી તેની સફર 

ટી20 વર્લ્ડ કપની શરૂઆત થવામાં હવે થોડા જ કલાકો બાકી છે. પહેલી વખત અમેરિકા અને વેસ્ટઈન્ડિઝ સંયુક્ત મેજબ

T20 worldcup: જુમા મિયાગીની ઝુંપડપટ્ટીથી વર્લ્ડકપ સુધીની સફર,  ભારતીય કોચે બતાવી તેની સફર 

ટી20 વર્લ્ડ કપની શરૂઆત થવામાં હવે થોડા જ કલાકો બાકી છે. પહેલી વખત અમેરિકા અને વેસ્ટઈન્ડિઝ સંયુક્ત મેજબાની કરશે. આ મેગા ઈવેન્ટમાં 20 ટીમ ભાગ લઈ રહી છે. ટી20 વર્લ્ડ કપમાં પહેલી વખત યુગાન્ડાની ટીમ રમતી જોવા મળશે. યુગાન્ડાએ નવેમ્બર 2023માં ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. આ ટીમમાં એક એવો ઝડપી બોલર પણ છે જે ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ ઝડપી બોલરનું નામ જુમા મિયાગી છે. થોડા સમય પહેલા જ યુગાન્ડા ટીમ સાથે જોડાયેલા ભારતીય કોચ અભય શર્માએ જ્યારે જુમા મિયાગીની ઝૂંપડપટ્ટીને જોઈ તો તેઓ પણ વિચલિત થઈ ગયા. તેમણે જણાવ્યું કે મિયાગીએ જે રીતે સંઘર્ષ કર્યો છે, કદાચ જ કોઈએ કર્યો હશે.

જુમા મિયાગીનું ડેબ્યૂ કોઈ સ્વપ્ન કરતાં ઓછું નથી

યુગાન્ડાના ઝડપી બોલર જુમા મિયાગીનું બાળપણ યુગાન્ડાની રાજધાની કમ્પાલાની ઝૂંપડપટ્ટીમાં વિત્યું છે. કમ્પાલામાં લગભગ 60 ટકા વસતી ઝૂંપડપટ્ટીમાં રહે છે. ઝૂંપડપટ્ટીથી નીકળીને ટી20 વર્લ્ડ કપમાં યુગાન્ડા ક્રિકેટ ટીમ માટે મિયાગીનું ડેબ્યૂ કોઈ સ્વપ્નથી ઓછું નથી. જુમા મિયાગી કમ્પાલાના બહારના વિસ્તારની નાગુરુ ઝૂંપડપટ્ટીમાં મોટો થયો છે. 2 વર્ષ સુધી તેણે યુગાન્ડાની અંડર-19 ટીમ માટે ક્રિકેટ રમી. હવે તે ટી20 વર્લ્ડ કપમાં સીનિયર ટીમની બોલિંગની કમાન સંભાળતા જોવા મળશે.

વસ્તીની હાલત જોઈને વિચલિત થઈ ગયો - ભારતીય કોચ અભય શર્મા 

યુગાન્ડા ટીમના ભારતીય કોચ અભય શર્માએ જણાવ્યું કે જુમા મિયાગીની ઝૂંપડપટ્ટીમાં પીવાનું સ્વચ્છ પાણી અને ગટરની વ્યવસ્થા પણ નથી અને ત્યાં આરોગ્ય સુવિધાઓ નથી. જુમાનું અત્યાર સુધીનું જીવન ખૂબ મુશ્કેલીથી પસાર થયું છે. જ્યારે તેમણે વસતીની હાલત જોઈ તો તેઓ પણ વિચલિત થઈ ગયા. શર્માએ જણાવ્યું કે એવું નથી કે મે પહેલી વખત ઝૂંપડપટ્ટી જોઈ છે. કમ્પાલાની ઝૂંપડપટ્ટી વસ્તી મુંબઈની ધારાવીથી અલગ છે. તેમણે કહ્યું કે આ ખેલાડીઓની સાથે સમય પસાર કરીને તેમના પ્રત્યે સન્માન ઘણું વધી ગયું છે.

જુમા મિયાગીનું ક્રિકેટ કરિયર

જુમા મિયાગી અત્યાર સુધી 21 ટી20 મેચમાં 34 વિકેટ લઈ ચૂક્યો છે. તે ઝૂંપડપટ્ટીમાં મોટો થયો અને હજુ પણ ત્યાં જ રહે છે. ટી20 વર્લ્ડ કપ 2024 માટે યુગાન્ડા ટીમમાં સામેલ સિમોન સેસાજી અને રિઝર્વ પ્લેયર ઈનોસેન્ટ એમવેબાજે પણ ઝૂંપડપટ્ટીમાંથી જ બહાર નીકળ્યા છે.

આ સમાચાર શેર કરો