ત્રીજી વન ડે પહેલા જય શાહની મોટી જાહેરાત, મેચ અગાઉ અમદાવાદમાં યોજાશે આ ખાસ કાર્યક્રમ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી બે મેચ જીતીને 2-0

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી બે મેચ જીતીને 2-0 ની અજેય લીડ મેળવી લીધી છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી અદ્ભુત રહ્યું છે. શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને ઈંગ્લેન્ડની ટીમને ક્લીન સ્વીપ કરવા માંગશે. જ્યારે ઈંગ્લેન્ડ જીત મેળવવા પર હશે. આ મેચને લઈને બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ અને વર્તમાન આઈસીસી ચેરમેન જય શાહે મોટી જાહેરાત કરી છે.
જય શાહે કરી મોટી જાહેરાત
ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 ફેબ્રુઆરીએ રમાનારી આ મેચ અંગે જય શાહે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે જાહેરાત કરી કે, આ પ્રસંગે ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ નામની જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે. તેમણે લખ્યું કે, 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચમાં એક જાગૃતિ પહેલ શરૂ કરવાનો ગર્વ છે, "અંગોનું દાન કરો, જીવન બચાવો". રમતગમતમાં ક્ષેત્ર પ્રેરણા આપવાની, એક થવાની અને મેદાનથી અલગ સ્થાયી પ્રભાવ પેદા કરવાની શક્તિ છે. આ પહેલ મારફતે અમે દરેકને સૌથી મોટી ભેટ- જીવનની ભેટ આપવા તરફ એક પગલું ભરવાનો આગ્રહ કરીએ છીએ. એક વચન, એક નિર્ણય, ઘણા લોકોના જીવ બચાવી શકે છે.
ત્રીજી વનડેમાં થઈ શકે છે કેટલાક ફેરફારો
ઈંગ્લેન્ડ સામેની સીરિઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ૧૧માં ફેરફાર થઈ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી મેચ હશે. આવી સ્થિતિમાં રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ તેમની બેન્ચ સ્ટ્રેન્થનું પરીક્ષણ કરવા માંગે છે. જેના કારણે અર્શદીપ સિંહ, ઋષભ પંત અને વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ ૧૧માં સામેલ કરી શકાય છે. આ ત્રણેય ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ છે.
ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા








