ભારત જ નહીં હવે વિશ્વ ક્રિકેટને કંટ્રોલ કરશે જય શાહ, ICCમાં BCCIના સેક્રેટરીની થશે એન્ટ્રી
ICCનું વાર્ષિક સમ્મેલન આ મહિનાના અંતમાં કોલંબોમાં મળશે. આ વખતે વાર્ષિક સમ્મેલનમાં અધ્યક્

ICCનું વાર્ષિક સમ્મેલન આ મહિનાના અંતમાં કોલંબોમાં મળશે. આ વખતે વાર્ષિક સમ્મેલનમાં અધ્યક્ષ પદ પર ચૂંટણી નહીં યોજાય. 19થી 22 જુલાઇ સુધી ચાલનારા વાર્ષિક સમ્મેલનમાં 3 એસોસિએટ સભ્ય ડિરેક્ટરની ચૂંટણી યોજાશે, જેના માટે 11 દાવેદાર સામે આવ્યા છે. ICCના પ્રમુખ એટલે કે ચેરમેનની ચૂંટણી નવેમ્બરમાં યોજાશે.
માનવામાં આવે છે કે આ પદ માટે જય શાહ પોતાની દાવેદારી નોંધાવી શકે છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો જય શાહ આ પદ માટે નિર્વિરોધ ચૂંટાઇ શકે છે. આ પદ અત્યારે ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલે પાસે છે. ગ્રેગ બાર્કલે BCCIના સચિવના સમર્થનથી જ આ પદ પર છે.એવામાં કહેવામાં આવે છે કે જો જય શાહ આ પદ પર ચૂંટણી લડે છે તો ગ્રેગ બાર્કલે પોતાનો દાવો નહીં ઠોકે.
આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચા છે કે જય શાહ ICC અને વિશ્વ ક્રિકેટને પોતાનું નિયંત્રણમાં લઇ લેશે.એવા પણ સમાચાર છે કે જય શાહ ICC ઓફિસને દૂબઇથી મુંબઇ સ્થળાંતર કરવા માંગે છે પરંતુ લેટેસ્ટ રિપોર્ટમાં આ વાતને ફગાવતા કહેવામાં આવ્યું કે જય શાહના એજન્ડામાં એવું કઇ નથી. તે ICCની અંદર કેટલાક બદલાવ લાવવા માંગે છે.
ICCના અધ્યક્ષના કાર્યકાળમાં કર્યું સંશોધન
ICCએ ચેરમેનની ચૂંટણી પહેલા આ પદના કાર્યકાળમાં સંશોધન કર્યું છે. વર્તમાન ત્રણ કાર્યકાળથી બદલીને 3-3 વર્ષના બે કાર્યકાળમાં બદલવામાં આવ્યું છે. જો આ પદ પર જય શાહ ચૂંટાય છે તો ICC ચેરમેનના રૂપમાં પોતાનો 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. તે બાદ BCCI બંધારણ અનુસાર તે 2028માં BCCIના અધ્યક્ષ બનવાના પાત્ર હશે.
19 જુલાઇએ સભ્ય ડિરેક્ટરની ચૂંટણી
શ્રીલંકાના કોલંબોમાં યોજાનાર ICCના વાર્ષિક સમ્મેલનમાં એસોસિએટ સભ્ય ડિરેક્ટર માટે ચૂંટણી યોજાશે. ICC બોર્ડ ઓફ ડિરેક્ટરના આ 3 પદ માટે 11 દાવેદાર છે જેમના વચ્ચે 19 જુલાઇએ ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ચૂંટનારા દરેક ડિરેક્ટરનો કાર્યકાળ 2 વર્ષનો હશે. આ ચૂંટણીમાં વર્તમાન ડિરેક્ટર ઓમાનના પંકજ ખિમજી, સિંગાપુરના ઇમરાન ખ્વાજા અને બર્મુડાના નીલ સ્પીટ પણ સામેલ થશે. જ્યારે 8 અન્ય દાવેદારોમાં કોસ્ટા રિકાના સૈમ આર્થર, નામીબિયાના ડૉ. રૂડી વાન વુરેન, સિએરા લિયોનના શંકર રંગનાથન, UAEના મુબાશિર ઉસ્મની, ફ્રાંસના ગુરૂમૂર્તિ પલાની, મલેશિયાના મહિંદા વલ્લીપુરમ, રવાંડાના સ્ટીફન મુસેલે અને સિંગાપુરના મહમૂદ ગજનવી સામેલ છે.
કોણ કરશે ચૂંટણી?
આ 3 ડિરેક્ટરની ચૂંટણી 45 એસોસિએટ સભ્ય કરશે. આ ચૂંટણી EVMથી થશે. જો કોઇ પણ 2 દાવેદારને બરાબર મત મળશે તો ICCના નિયમ અનુસાર પહેલા બન્નેને સહમતિ બનાવવા માટે કહેવામાં આવશે અને જો છતા પણ કોઇ નિર્ણય નથી આવતો તો સિક્કો ઉછાળીને જીત-હારનો નિર્ણય કરવામાં આવશે.








