મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

BCCI સેક્રેટરી જય શાહની જાહેરાત, IPLની આખી સિઝન રમવા માટે ખેલાડીઓને મળશે કરોડ રૂપિયા

IPLની આગામી સિઝન પહેલા BCCIએ ભારતીય ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરી

BCCI સેક્રેટરી જય શાહની જાહેરાત, IPLની આખી સિઝન રમવા માટે ખેલાડીઓને મળશે કરોડ રૂપિયા

IPLની આગામી સિઝન પહેલા BCCIએ ભારતીય ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરી છે. BCCI સેક્રેટરી જય શાહે શનિવારે કહ્યું હતું કે તમામ ફ્રેન્ચાઇઝી મેચ ફી તરીકે 12.60 કરોડ રૂપિયા ફાળવશે. તેમણે કહ્યું છે કે આગામી સિઝનથી ભારતીય ખેલાડીઓને કરાર ઉપરાંત દરેક મેચ માટે અલગથી 7.5 લાખ રૂપિયા મળશે. જો કોઈ ભારતીય ખેલાડી ફ્રેન્ચાઈઝી માટે આખી સિઝન રમે છે તો કોન્ટ્રાક્ટ સિવાય ફ્રેન્ચાઈઝી તેને 1.05 કરોડ રૂપિયા અલગથી આપશે.

બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વિટર પર લખ્યું, “આઈપીએલમાં સાતત્ય અને શાનદાર પ્રદર્શનની ઉજવણી કરવા માટે એક ઐતિહાસિક પગલું ભરતા, અમે અમારા ક્રિકેટરો માટે મેચ દીઠ 7.5 લાખ રૂપિયાની મેચ ફીની જાહેરાત કરતા રોમાંચિત છીએ! એક સિઝનમાં તમામ લીગ મેચો રમનાર ક્રિકેટરને તેના કરારની રકમ ઉપરાંત 1.05 કરોડ રૂપિયા મળશે. દરેક ફ્રેન્ચાઇઝી સીઝન માટે મેચ ફી તરીકે રૂ. 12.60 કરોડ ફાળવશે. આઈપીએલ અને અમારા ખેલાડીઓ માટે આ નવો યુગ છે.”

આ સમાચાર શેર કરો