મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

જેમ્સ એન્ડરસનની જીત સાથે વિદાય,ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં હરાવ્યું

ઇંગ્લેન્ડે લૉર્ડ્સમાં વેસ્ટ ઇન્ડિઝને ઇનિંગ્સ અને 114 રને પ્રથમ ટેસ્ટ મેચમાં હરાવ્યું છે. આ સાથે

જેમ્સ એન્ડરસનની જીત સાથે વિદાય,ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં હરાવ્યું

ઇંગ્લેન્ડે લૉર્ડ્સમાં વેસ્ટ ઇન્ડિઝને ઇનિંગ્સ અને 114 રને પ્રથમ ટેસ્ટ મેચમાં હરાવ્યું છે. આ સાથે જ ઇંગ્લેન્ડના મહાન બોલર જેમ્સ એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી યાદગાર વિદાય લીધી છે. એન્ડરસને આ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં એક અને બીજી ઇનિંગ્સમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જેમ્સ એન્ડરસને 704 ટેસ્ટ વિકેટ સાથે પોતાનું કરિયર સમાપ્ત કર્યુ હતું.

એન્ડરસનની 22 વર્ષની ક્રિકેટ કરિયર

41 વર્ષના જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ વર્ષ 2003માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ લૉર્ડ્સમાં કર્યું હતું. એન્ડરસને પોતાનું ODI ડેબ્યૂ ડિસેમ્બર 2002માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કર્યું હતું, તેને ત્યારથી અત્યાર સુધી 188* ટેસ્ટ મેચ રમી છે. એન્ડરસન કરતા વધુ ટેસ્ટ મેચ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે રમી છે. સચિનના નામ પર 200 ટેસ્ટ મેચ છે. એન્ડરસન 700 ટેસ્ટ વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર છે.

એન્ડરસને આ વર્ષે ભારત વિરૂદ્ધ ધરમશાળા ટેસ્ટમાં કુલદીપ યાદવને આઉટ કરીને 700 વિકેટ પૂર્ણ કરી હતી. જેમ્સ એન્ડરસને 194 ODI મેચ રમી છે અને તેના નામે 269 વિકેટ છે. એન્ડરસને 19 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 18 વિકેટ ઝડપી છે. એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1627 રન બનાવ્યા છે.

સૌથી વધુ ટેસ્ટ વિકેટ ઝડપનારા બોલર

મુથૈયા મુરલીધરન (શ્રીલંકા 1992-2010) 133 ટેસ્ટ-800 વિકેટ
શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા 1992-2007) 145 ટેસ્ટ-708 વિકેટ
જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ 2003-2024) 188 ટેસ્ટ-704 વિકેટ
અનિલ કુંબલે (ભારત 1990-2008) 132 ટેસ્ટ- 619 વિકેટ
સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ 2007-2023) 167 ટેસ્ટ-604 વિકેટ
ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા 1993-2007) 124 ટેસ્ટ-563 વિકેટ

આ સમાચાર શેર કરો