મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

જેમ્સ એન્ડરસને તેની છેલ્લી ટેસ્ટમાં કપિલ દેવને પાછળ છોડ્યા, આ કારનામુ કરનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો

ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ T20 મેચોની સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના ક

જેમ્સ એન્ડરસને તેની છેલ્લી ટેસ્ટમાં કપિલ દેવને પાછળ છોડ્યા, આ કારનામુ કરનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો

ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ T20 મેચોની સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન આ ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે. એન્ડરસને પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે આ તેની છેલ્લી ટેસ્ટ મેચ છે. પોતાની છેલ્લી ટેસ્ટ મેચમાં જેમ્સ એન્ડરસને ઈતિહાસ રચ્યો છે.

એન્ડરસને આ રેકોર્ડ બનાવ્યો

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં જેમ્સ એન્ડરસને 10.4 ઓવર નાખ્યા બાદ 1 વિકેટ લીધી હતી. આ પછી, એન્ડરસને બીજી ઈનિંગમાં તેની 9મી ઓવરમાં એલેક એથેનેઝને આઉટ કરીને ચમત્કાર કર્યો હતો. તે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે. તેણે કપિલ દેવને પાછળ છોડી દીધા છે. એન્ડરસને હવે વેસ્ટ ઈન્ડિઝ સામે કુલ 90 વિકેટ લીધી છે. જ્યારે કપિલ દેવે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં 89 વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ગ્લેન મેકગ્રાના નામે છે. તેણે 110 વિકેટ પોતાના નામે કરી હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરો

  • 110 - ગ્લેન મેકગ્રા
  • 90 - જેમ્સ એન્ડરસન
  • 89 - કપિલ દેવ
  • 86 - ફ્રેડ ટ્યુમેન
  • 82 - મુથૈયા મુરલીધરન

ટેસ્ટ ક્રિકેટમાં આવું કરનાર પ્રથમ બોલર

જેમ્સ એન્ડરસને વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ઈનિંગમાં કુલ 10.4 ઓવર ફેંકી હતી. એટલે કે તેણે કુલ 64 બોલ ફેંક્યા હતા. આ પછી, બીજી ઇનિંગમાં 10 ઓવર એટલે કે 60 બોલ ફેકીને, તેણે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં કુલ 40,000 બોલ ફેંક્યા છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 40 હજાર બોલ ફેંકનાર પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે. તેના પહેલા ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ફાસ્ટ બોલર આ સિદ્ધિ હાંસલ કરી શક્યો ન હતો. એન્ડરસન ટેસ્ટમાં 40 હજારથી વધુ બોલ ફેંકનાર ચોથો બોલર બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બોલ ફેંકવાનો રેકોર્ડ મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે 44039 બોલ ફેંક્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બોલ ફેંકનાર બોલર

  • 44039 - મુથૈયા મુરલીધરન
  • 40850 - અનિલ કુંબલે
  • 40705 - શેન વોર્ન
  • 40001 - જેમ્સ એન્ડરસન
  • 33698 - સ્ટુઅર્ટ બ્રોડ

આ સમાચાર શેર કરો