મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

અમદાવાદમાં યોજાશે ITF વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટ, દેશ-વિદેશના 80 ખેલાડી ભાગ લેશે

અમદાવાદમાં એસ ટેનિસ એકેડમી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) તથા ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન (GST

અમદાવાદમાં યોજાશે ITF વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટ, દેશ-વિદેશના 80 ખેલાડી ભાગ લેશે

અમદાવાદમાં એસ ટેનિસ એકેડમી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) તથા ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન (GSTA)ના સહયોગથી 23 ડિસેમ્બરથી ITF વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં વિદેશના 10 સહિત ભારતના વિવિધ રાજ્યના 80 ખેલાડીઓ ભાગ લેશે.

ગુજરાતની ઝીલ દેસાઇ મુખ્ય ડ્રોમાં રમશે

આ ટૂર્નામેન્ટમાં ગુજરાતની અનુભવી ખેલાડી ઝીલ દેસાઇ મુખ્ય ડ્રોમાં રમશે. ટેલેન્ટેડ યુવા ખેલાડી ખુશાલી મોદી અને પ્રિયાંશી ભંડારીને વાઇલ્ડ કાર્ડ દ્વારા મુખ્ય ડ્રોમાં સ્થાન આપવામાં આવ્યું છે. રફથી કવર કરેલા ત્રણ અને બે ઓપન ક્લે કોર્ટ ખાતે રમાનારી આ ટૂર્નામેન્ટમાં 21 અને 22 ડિસેમ્બરે ક્વોલિફાઇંગ રાઉન્ડ રમશે અને તેમાંથી ચાર વાઇલ્ડ કાર્ડ ધરાવતી ખેલાડીને મુખ્ય ડ્રોમાં રમવા મળશે.

એસ ટેનિસ એકેડેમીના હેડ કોચ ડિમિટ્રી બાસ્કોવે જણાવ્યું હતું કે, ટૂર્નામેન્ટમાં રશિયા, કેનેડા, જાપાન, બ્રિટન સહિત વિવિધ દેશમાંથી ખેલાડીઓ ભાગ લઇ રહી છે. આ ઉપરાંત વિદેશની કેટલીક ખેલાડીઓ વેઇટિંગ લિસ્ટમાં પણ છે. 

આ પણ વાંચો: YEAR ENDER 2024 / એથ્લેટિક્સથી લઈને ચેસ સુધી, આ રમતોમાં ખેલાડીઓએ વધાર્યું ભારતનું ગૌરવ

1998માં એસ એકેડેમીની શરૂઆત કર્યા બાદ અત્યાર સુધી 20 હજાર કરતાં વધારે ખેલાડીઓને ટ્રેનિંગ આપી ચૂકેલા ફાઉન્ડર પ્રમેશ મોદીએ જણાવ્યું હતું કે, ITF દ્વારા ટૂર્નામેન્ટ દરમિયાન રેન્ડમ ડોપ ટેસ્ટ લેવામાં આવશે અને તેની મેડિકલ ટીમ એકેડેમીની મુલાકાત પણ લેશે. છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાત ખાસ કરીને અમદાવાદ ટેનિસનું હબ બની રહ્યું છે અને સ્થાનિક ખેલાડીઓને વિદેશી ખેલાડીઓ ઓછા ખર્ચમાં ક્લે કોર્ટ ઉપર રમવાનો અનુભવ મળે તે હેતુથી આ પ્રકારની ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યા છીએ. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પણ ગુજરાતના ચાર ખેલાડીને વાઇલ્ડ કાર્ડ આપવામાં આવ્યું છે. જીએસટીએના શ્રીમલ ભટ્ટે પણ એકેડેમીની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં ટેનિસનું સ્તર સતત ઉંચું આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો