VIDEO: સૂર્યાના કેચની નકલ કરવી ભારે પડી, તમે પેટ પકડીને જોર જોરથી હસશો
પાકિસ્તાનમાં હાલમાં ચેમ્પિયન્સ કપ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રમાઈ રહી છે. આ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ

પાકિસ્તાનમાં હાલમાં ચેમ્પિયન્સ કપ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રમાઈ રહી છે. આ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં બાબર આઝમ, શાન મસૂદ, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, શાહીન આફ્રિદી જેવા ઘણા મહાન ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 14 સપ્ટેમ્બરના રોજ પેન્થર્સ અને ડોલ્ફિન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં સેમ અયુબે એવો કેચ કર્યો કે જેને જોતા એક સમયે બધાને સૂર્યકુમાર યાદવનો ટી20 વર્લ્ડકપની ફાઈનલનો આઇકોનિક કેચ યાદ આવી જશે અને પછી તમે પેટ પકડીને જોરથી હસશો.
ICC T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ડેવિડ મિલરના સિક્સરને વિકેટમાં બદલવાનો શ્રેય સૂર્યાને જાય છે, જેણે બાઉન્ડ્રી લાઇન પર જબરદસ્ત કેચ લીધો હતો અને આ કેચ ઈતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે નોંધાયો છે. પાકિસ્તાનના ખેલાડી સેમ અયુબ પણ ચેમ્પિયન્સ કપમાં આવું જ કંઈક કરવાનો પ્રયાસ કર્યો હતો. ડોલ્ફિન ટીમના બેટ્સમેન મોહમ્મદ અખલાકનો બાઉન્ડ્રી લાઈન પર કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો.
સેમ અયુબે આ બોલ કેચ કર્યો અને બાઉન્ડ્રી લાઇનની બહાર પણ જવું પડ્યું પરંતુ તેણે બોલને જ બાઉન્ડ્રી લાઇનની બહાર ફેંકી દીધો. જેના કારણે ડોલ્ફિન્સને તે બોલ પર બાઉન્ડ્રી મળી જેના પર પેન્થર્સને વિકેટ મળવાની હતી. જો કે, આ ડ્રોપ કેચની અસર પરિણામ પર નહોતી જોવા મળી. પેન્થર્સે 50 રને મેચ જીતી લીધી હતી.
સેમ અયુબનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનના આ ખેલાડીને તેના ડ્રોપ કેચ માટે જોરદાર ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. એક ક્રિકેટ ફેન્સે લખ્યું કે, તે પાકિસ્તાનનો સુર્યાસ્ત કુમાર યાદવ છે. જણાવી દઈએ કે પેન્થર્સ અને ડોલ્ફિન્સ વચ્ચેની મેચમાં પેન્થર્સે ઉસ્માન ખાનની સદીના આધારે 328 રન બનાવ્યા હતા, જવાબમાં ડોલ્ફિન્સ ટીમ 278 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ સેમ અયુબ માટે કોઈપણ રીતે સારી ન હતી, બેટિંગ દરમિયાન તે માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો અને ફિલ્ડિંગ કરતી વખતે તેણે બાઉન્ડ્રી લાઈન પર એક કેચ છોડ્યો હતો.






