મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

બુમરાહ જેવા બોલર માટે પણ અશક્ય છે આ વર્લ્ડ રેકોર્ડ તોડવો, ઈતિહાસમાં એક જ વાર થયું છે આ કારનામું

ક્રિકેટની દુનિયામાં કંઈપણ અશક્ય નથી, પરંતુ કેટલાક રેકોર્ડ એટલા દુર્લભ છે કે તમે તેના પર સરળતાથી વિશ્વ

બુમરાહ જેવા બોલર માટે પણ અશક્ય છે આ વર્લ્ડ રેકોર્ડ તોડવો, ઈતિહાસમાં એક જ વાર થયું છે આ કારનામું

ક્રિકેટની દુનિયામાં કંઈપણ અશક્ય નથી, પરંતુ કેટલાક રેકોર્ડ એટલા દુર્લભ છે કે તમે તેના પર સરળતાથી વિશ્વાસ કરી શકતા નથી. આવો જ એક વર્લ્ડ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના મહાન ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ફિલ સિમંસના નામે નોંધાયેલો છે. ફિલ સિમંસે 17 ડિસેમ્બર 1992ના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન સામે રમાયેલી ODI મેચમાં બોલિંગનો એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, જે ઈતિહાસમાં નોંધાઈ ગયો છે. ODI ક્રિકેટમાં ફિલ સિમંસનો આ દુર્લભ વર્લ્ડ રેકોર્ડ 32 વર્ષથી દુનિયાનો કોઈ બોલર નથી તોડી શક્યો. આજના સમયમાં જસપ્રીત બુમરાહ જેવા વર્લ્ડ ક્લાસ બોલર માટે પણ આ દુર્લભ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય છે.

ODIમાં કંજૂસ બોલિંગનો વર્લ્ડ રેકોર્ડ

ફિલ સિમંસે 17 ડિસેમ્બર 1992ના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન સામે રમાયેલી ODI મેચમાં 10 ઓવરમાં માત્ર 3 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન ફિલ સિમંસની ઈકોનોમી 0.30 રહી હતી. ફિલ સિમંસનો આ વર્લ્ડ રેકોર્ડ તોડવો અત્યારે કોઈપણ બોલર માટે અશક્ય લાગે છે. રસપ્રદ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ફિલ સિમંસે આઠ મેડન ઓવર ફેંકી હતી, જેના કારણે તેનો બોલિંગ ફિગર 10-8-3-4 હતો. સુપર-આક્રમક T20 અને ODI ક્રિકેટના આ આધુનિક યુગમાં આ વર્લ્ડ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય કામ છે.

ODI ઈતિહાસમાં સૌથી ઈકોનોમિકલ સ્પેલ

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ODI ઈતિહાસની સૌથી ઈકોનોમિકલ સ્પેલ જોવા ,લિ હતી. બેન્સન એન્ડ હેજીસ વર્લ્ડ સિરીઝની આ મહત્ત્વપૂર્ણ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાનને 133 રનથી હરાવ્યું હતું. ફિલ સિમંસ (10-8-3-4) ને તેના શાનદાર બોલિંગ ફિગર માટે 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. ફિલ સિમંસે આ મેચમાં આમિર સોહેલ (6), આસિફ મુજતબા (1), સલીમ મલિક (0) અને જાવેદ મિયાંદાદ (2) ને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 9 વિકેટે 214 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 48 ઓવરમાં 81 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ફિલ સિમંસનો રેકોર્ડ

ફિલ સિમંસ વેસ્ટ ઈન્ડિઝનો શાનદાર ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર રહ્યો છે. ફિલ સિમંસે વનડેમાં 83 અને ટેસ્ટમાં 4 વિકેટ ઝડપી છે. ફિલ સિમંસે વેસ્ટ ઈન્ડિઝ માટે 143 ODI મેચોમાં 28.94ની એવરેજથી 3675 રન બનાવ્યા છે. ફિલ સિમંસે ODIમાં 5 સદી અને 18 અડધી સદી ફટકારી છે. તે જ સમયે, ટેસ્ટ ક્રિકેટમાં ફિલ સિમંસે 26 મેચમાં 22.27ની એવરેજથી 1002 રન બનાવ્યા છે. ફિલ સિમંસ બે વખત વેસ્ટ ઈન્ડિઝનો કોચ રહી ચૂક્યો છે અને તેના નેતૃત્વમાં કેરેબિયન ટીમે 2016માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

આ સમાચાર શેર કરો