વિકેટકિપર કમ બેટ્સમેન ઈશાન કિશનની મુશ્કેલી વધી, ઝારખંડની ટીમમાંથી કરાયો બહાર
ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘ(JSCA)એ સિનીયર ખેલાડીઓની યાદી જાહેર કરી છે. પરંતુ તેમાં ઇશાન કિશાનનો સમાવેશ કરાયો ન

ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘ(JSCA)એ સિનીયર ખેલાડીઓની યાદી જાહેર કરી છે. પરંતુ તેમાં ઇશાન કિશાનનો સમાવેશ કરાયો નથી. જેના લીધે એવી અટકળો લગાવાઈ રહી છે કે શું ઇશાનને ઝારખંડની ટીમમાંથી પણ બહાર કરી દેવાયો છે.
સ્ટાર બેટરને ટીમમાં જગ્યા ના મળી
જેએસસીએ વર્ષ 2024-25 માટે 40 સિનીયર ક્રિકેટ ટીમની યાદી જાહેર કરી છે. જેમાં ભારતીય ટીમ સહિત બીજા સિનિયર ખેલાડીઓના નામ સામેલ છે. પરંતુ આ યાદીમાં ભારતીય ટીમમાં સ્ટાર ઓપનર રહેલા ઇશાન કિશનનો સમાવેશ કરાયો નથી. જેના લીધે અટકળોનું બજાર ગરમ છે.
જેએસસીએ કરી સ્પષ્ટતા
આ બાબતે જેએસસીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ઇશાન કિશન અત્યારે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ભૂતપૂર્વ ક્રિકેટર વીવીવીએસ લક્ષ્મણના માર્ગદર્શન હેઠળ પોતાના પ્રદર્શનમાં સુધારો કરી રહ્યા છે. તે જયારે એકેડમીમાંથી બહાર આવશે ત્યારબાદ ફરી ઝારખંડ ટીમમાં સમાવેશ કરાશે. જેએસસીએના સેક્રેટરી દેવાશીષ ચક્રવર્તી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ઘણા સિનિયર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. યાદીમાં સામેલ ખેલાડીઓને 22 જૂને જેએસસીએને રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.
જેએસસીએની 40 ખેલાડીઓની યાદી
શિખર મોહન, નાઝીમ સિદ્દીકી, વિકાસ વિશાલ, આયુષ ભારદ્વાજ, આર્યમાન સેન, અર્ણવ સિંહા, વિરાટ સિંહ, કુમાર સૂરજ, વિવેક કુમાર, આદિત્ય સિંહ, કુમાર દેબબ્રતા, મોહિત કુમાર, શ્રેષ્ઠ સાગર, પ્રભાત યાદવ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), પંકજ કુમાર સિંહ, વિકાસ સિંહ, સુશાંત મિશ્રા, યુવરાજ કુમાર, વિકાસ કુમાર, રૌનક કુમાર, સૌરભ શેખર, આશિષ કુમાર, સત્ય સેતુ, શરણદીપ સિંહ અને રાહુલ પ્રસાદ.






