Asian Games 2026ની સેમીફાઈનલ ઈશાન કિશને શાનદાર ઈનિંગ રમી રચ્યો ઈતિહાસ, આ મામલે બન્યો નંબર-1

એશિયન ગેમ્સની મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કરીને બધાના દિલ જીતી લીધા. પહેલા બેટિંગ કરતા ભારતના બેટ્સમેનોને શરૂઆતમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને એવું લાગતું હતું કે ટીમ મોટો સ્કોર નહીં કરી શકે, પરંતુ ઈશાન કિશને તેની ઈનિંગથી મોટો પ્રભાવ પાડ્યો. તેણે અણનમ 80 રન બનાવ્યા. તેની ઈનિંગને કારણે ભારતે શ્રીલંકા માટે 170 રનનો ટાર્ગેટ રાખ્યો. ભારતે મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. કિશને રેકોર્ડ બનાવીને ઈતિહાસ પણ રચ્યો.
ઈશાન કિશને રેકોર્ડ બનાવ્યો
ઈશાન કિશને સામાન્ય રીતે ત્રીજા નંબર પર બેટિંગ કરે છે, પરંતુ આ વખતે બેટિંગ ક્રમમાં ફેરફાર થયો. તે શ્રીલંકા સામે પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો. વૈભવ સૂર્યવંશીને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, જેના કારણે બેટિંગ ક્રમમાં ફેરફાર થયો. કિશનને પાંચમા નંબરે બેટિંગ કરવામાં કોઈ મુશ્કેલી ન પડી. તેણે શાનદાર ઈનિંગ રમીને ભારતને મોટો સ્કોર અપાવ્યો. તેણે ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા.
કિશન હવે પાંચમા નંબરે બેટિંગ કરતી વખતે T20Iમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. અગાઉ મનીષ પાંડે 2018માં સાઉથ આફ્રિકા સામે અણનમ 79 રન બનાવીને આ યાદીમાં ટોચ પર હતો. યુવરાજ સિંહે 2013માં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 77 રન બનાવ્યા હતા. કિશન હવે તેમને પાછળ છોડીને નંબર વન બન્યો છે. કિશનએ વધુ એક મહત્ત્વ સિદ્ધિ હાંસલ કરી છે. તે હવે ભારત માટે T20I નોકઆઉટમાં બે વાર 50થી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બની ગયો છે. કિશન રોહિત શર્મા, સંજુ સેમસન અને તિલક વર્માની બરાબરી કરી છે.
ભારતની પ્રભાવશાળી જીત
ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી. અભિષેક શર્મા અને સંજુ સેમસન 7-7 રન બનાવ્યા પછી સસ્તામાં આઉટ થયા. વૈભવ સૂર્યવંશીએ 21 બોલમાં 38 રનની ઝડપી ઈનિંગ રમી. કેપ્ટન શ્રેયસ અય્યરે 13 રન બનાવ્યા. પાંચમા ક્રમે બેટિંગ કરવા આવેલા ઈશાન કિશને અણનમ 80 રન બનાવ્યા. તેના પ્રયાસોને કારણે ભારત 7 વિકેટે 169 રન સુધી પહોંચી શક્યું. શ્રીલંકા ભારતને કોઈ ટક્કર ન આપી શક્યું, ફક્ત 45 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું. ભારતે મેચ 124 રનથી જીતી લીધી. ભારત તરફથી અભિષેક શર્મા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી.

