Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Is Sanju Samson leaving Rajasthan Royals because of this player

શું આ ખેલાડીના કારણે રાજસ્થાન રોયલ્સ છોડી રહ્યો છે સંજુ સેમસન? CSKના પૂર્વ ખેલાડીએ કર્યો દાવો

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2025
લાઇવ ટીવીGoogle News
શું આ ખેલાડીના કારણે રાજસ્થાન રોયલ્સ છોડી રહ્યો છે સંજુ સેમસન? CSKના પૂર્વ ખેલાડીએ કર્યો દાવો
સોર્સ : Google

એવા અહેવાલો સામે આવ્યા છે કે, સંજુ સેમસને આગામી સિઝન પહેલા રાજસ્થાન રોયલ્સ (RR)થી અલગ થવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સુબ્રમણ્યમ બદ્રીનાથનું માનવું છે કે, સંજુ સેમસનના RR છોડવાનું કારણ રિયાન પરાગ હોઈ શકે છે. IPL 2025ની પ્રથમ ત્રણ મેચમાં સેમસન ઈજાગ્રસ્ત થવાના કારણે પરાગે રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ સંભાળી હતી. જોકે, પરાગ હજુ પણ કેપ્ટનશિપ માટે મજબૂત દાવેદાર છે.

App Store

વિશ્વસનીય સૂત્રો અનુસાર, સંજુ સેમસન અને RRના મેનેજમેન્ટ વચ્ચે ગંભીર મતભેદો ઊભા થયા છે. પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે સેમસને ફ્રેન્ચાઈઝી પાસેથી ઔપચારિક રીતે માંગ કરી છે કે તેને ટ્રેડ કરવામાં આવે અથવા ઓક્શન માટે રિલીઝ કરવામાં આવે. સેમસનના પરિવારના સભ્ય પણ જાહેરમાં કહી ચૂક્યા છે કે, તે હવે ફ્રેન્ચાઈઝી સાથે નથી રહેવા માંગતા. સેમસનના અમુક અંગત ખેલાડી મિત્રોએ પણ ખાતરી કરી છે કે, સેમસનના ટીમ સાથે હવે પહેલાં જેવા સંબંધો નથી.

બદ્રીનાથે કહ્યું કે, "સંજુ દ્વારા નવી ટીમ તલાશ કરવા પાછળનું આ એક કારણ હોઈ શકે છે." બદ્રીનાથે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, "મને લાગે છે કે, રિયાન પરાગ જ આનું કારણ છે. જો તમે કેપ્ટનશિપ માટે તેને પસંદ કરો છો, તો તમે સેમસન જેવા ખેલાડી પાસેથી કેવી રીતે ટીમમાં બન્યા રહેવાની અપેક્ષા રાખી શકો છો?"

એમએસ ધોનીનો વિકલ્પ

CSKના પૂર્વ ક્રિકેટર બદ્રીનાથે એ પણ જણાવ્યું કે, "એમએસ ધોનીનો રિપ્લેસમેન્ટ હોવા છતાં પણ ફ્રેન્ચાઈઝીને સેમસન માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન બનાવવામાં મુશ્કેલી પડી શકે છે." તેણે આગળ કહ્યું કે, "જો સંજુ સેમસન ચેન્નઈમાં આવે છે, તો તેને એમએસ ધોનીના વિકલ્પ તરીકે પસંદ કરી શકાય છે."

સેમસન એક એવો બેટ્સમેન છે જે બેટિંગ ઓર્ડરમાં ટોપ ત્રણ કે ચાર સ્થાનો પર બેટિંગ કરી શકે છે. તે પ્લેઈંગ ઈલેવનમાં પાંચમા કે છઠ્ઠા નંબર પર ફિટ ન થઈ શકે. પ્લેઈંગ ઈલેવનના આ ક્ષેત્રોમાં મજબૂત છે. આયુષ મ્હાત્રે, ઋતુરાજ ગાયકવાડ અને ડેવાલ્ડ બ્રેવિસ પહેલાથી જ ત્યાં છે.

બદ્રીનાથે કહ્યું વધુમાં કહ્યું કે, "મને વિશ્વાસ નથી કે, ચેન્નઈ હાર્દિક પંડ્યાને ગુજરાતથી લેવા માટે મુંબઈ ઈન્ડિયન્સની જેમ કોઈ સોદો કરશે. તેથી જો સંજુ સેમસન આવે તો પણ સવાલ એ છે કે, શું CSK તેને પ્લેઈંગ ઈલેવનમાં ફિટ કરી શકશે."

ઋતુરાજનો કર્યો સપોર્ટ

બદ્રીનાથે કહ્યું કે, 'ચેન્નઈએ કેપ્ટનશિપમાં ઋતુરાજ ગાયકવાડને સપોર્ટ કર્યો હતો, તેથી હવે સેમસનને કેપ્ટનશિપ સોંપવી શક્ય નથી. વિચારવા માટે બીજુ પાસું કેપ્ટનશિપ છે. એમએસ ધોની કેપ્ટનશિપ કરે કે ન કરે, ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન છે. તેણે માત્ર એક જ સીઝન માટે કેપ્ટનશિપ કરી છે. જો તમે સેમસનને કેપ્ટનશિપ આપો છો તો ગાયકવાડને કેવું લાગશે? આ એક એવી બાબત છે જેના પર  આપણે વિચારવાની જરૂર છે. મને લાગે છે કે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, CSK હજુ પણ આગળ વધવું કે નહીં તે અંગે વિચાર કરી રહ્યું છે."