IPL Purple Cap / પહેલી વખત પાકિસ્તાની બોલરે જીતી હતી પર્પલ કેપ, જાણો બધી સિઝનના વિજેતાના નામ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 આજથી શરૂ થવા જઈ રહી છે. આ લીગ 2008માં શરૂ થઈ હતી અને હવે તેની 18મી સિઝન રમાઈ રહી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 આજથી શરૂ થવા જઈ રહી છે. આ લીગ 2008માં શરૂ થઈ હતી અને હવે તેની 18મી સિઝન રમાઈ રહી છે. 10 ટીમો વચ્ચે ટાઈટલ માટે જંગ થશે. આ લીગ આગામી 65 દિવસ સુધી ચાલુ રહેશે.
આજે IPL 2025ની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે IPL 2008થી IPL 2024 સુધી કયા બોલરોએ પર્પલ કેપ જીતી છે.
પાકિસ્તાની બોલરે પહેલી સિઝનમાં પર્પલ કેપ જીતી
IPLની પહેલી સિઝનમાં પાકિસ્તાની ફાસ્ટ બોલર સોહેલ તનવીરે પર્પલ કેપ જીતી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા આ બોલરે 11 મેચમાં 22 વિકેટ લીધી હતી. પહેલી સિઝનનો ખિતાબ પણ રાજસ્થાન રોયલ્સના નામે ગયો હતો. જોકે, IPLની પહેલી જ સિઝનમાં પાકિસ્તાની ખેલાડીઓ જોવા મળ્યા હતા. આ પછી તેને ક્યારેય તક ન મળી.
IPLની દરેક સિઝનમાં પર્પલ કેપ જીતનાર બોલર
| સિઝન | બોલર | ટીમ | મેચ | વિકેટ |
| 2008 | સોહેલ તનવીર | રાજસ્થાન રોયલ્સ | 11 | 22 |
| 2009 | આરપી સિંહ | ડેક્કન ચાર્જર્સ | 16 | 23 |
| 2010 | પ્રજ્ઞાન ઓઝા | ડેક્કન ચાર્જર્સ | 16 | 21 |
| 2011 | લસિથ મલિંગા | મુંબઈ ઈન્ડિયન્સ | 16 | 28 |
| 2012 | મોર્ને મોર્કેલ | દિલ્હી ડેરડેવિલ્સ | 16 | 25 |
| 2013 | ડ્વેન બ્રાવો | ચેન્નાઈ સુપર કિંગ્સ | 18 | 32 |
| 2014 | મોહિત શર્મા | ચેન્નાઈ સુપર કિંગ્સ | 16 | 23 |
| 2015 | ડ્વેન બ્રાવો | ચેન્નાઈ સુપર કિંગ્સ | 16 | 26 |
| 2016 | ભુવનેશ્વર કુમાર | સનરાઈઝર્સ હૈદરાબાદ | 17 | 23 |
| 2017 | ભુવનેશ્વર કુમાર | સનરાઈઝર્સ હૈદરાબાદ | 14 | 26 |
| 2018 | એન્ડ્રુ ટાય | કિંગ્સ ઈલેવન પંજાબ | 14 | 24 |
| 2019 | ઈમરાન તાહિર | ચેન્નાઈ સુપર કિંગ્સ | 17 | 26 |
| 2020 | કાગીસો રબાડા | દિલ્હી કેપિટલ્સ | 17 | 30 |
| 2021 | હર્ષલ પટેલ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 15 | 32 |
| 2022 | યુઝવેન્દ્ર ચહલ | રાજસ્થાન રોયલ્સ | 17 | 27 |
| 2023 | મોહમ્મદ શમી | ગુજરાત ટાઈટન્સ | 17 | 28 |
| 2024 | હર્ષલ પટેલ | પંજાબ કિંગ્સ | 14 | 24 |






