મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

આતુરતાનો અંત: IPL મેગા ઓક્શનની તારીખ જાહેર, આ દેશમાં યોજાશે 

IPL 2025ને લઈને તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ તેમણે રિટેન કરેલા ખેલાડીઓની યાદી 31 ઓક્ટોબરે જાહેર કરી દીધી હતી. ત્યારે હવે મેગા ઓક્શન

આતુરતાનો અંત: IPL મેગા ઓક્શનની તારીખ જાહેર, આ દેશમાં યોજાશે 

IPL 2025ને લઈને તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ તેમણે રિટેન કરેલા ખેલાડીઓની યાદી 31 ઓક્ટોબરે જાહેર કરી દીધી હતી. ત્યારે હવે મેગા ઓક્શનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે યોજાશે. આ અંગેની સત્તાવાર જાહેરાત આખરે આઈપીએલે કરી દીધી છે.

મેગા ઓક્શન આ વખતે બે દિવસ સુધી ચાલશે. મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે યોજાશે. આ ઓકશન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થશે.

આ પણ વાંચો: IPLમાં આ ક્રિકેટરનો પગાર સૌથી વધુ વધ્યો, 6900% નો વધારો, જાણો કેટલા પૈસા મળશે 

 

204 સ્લોટ માટે 1,576 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું

મેગા ઓક્શન રિયાધને બદલે જેદ્દાહમાં થશે. આ અંગે તમામ ફ્રેન્ચાઈઝીને જાણ કરવામાં આવી છે. 320 કેપ્ડ પ્લેયર્સ, 1224 અનકેપ્ડ પ્લેયર્સ અને એસોસિયેટ દેશોના 30 પ્લેયર્સ હરાજીમાં ભાગ લેશે. જોકે, માત્ર 204 સ્લોટ જ ખાલી છે. IPL મેગા ઓક્શન માટે કુલ 1,576 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

10 ફ્રેન્ચાઇઝીએ 46 ખેલાડીઓને રિટેન કર્યા 

10 ફ્રેન્ચાઇઝીસ પાસે 204 સ્લોટ માટે 641.5 કરોડ રૂપિયા ખર્ચ કરશે. અત્યાર સુધીમાં 10 ફ્રેન્ચાઇઝીએ 46 ખેલાડીઓને રિટેન કર્યા છે જેનો કુલ ખર્ચ રૂ. 558.5 કરોડ થાય છે.

મોટા ખેલાડીઓ મેગા ઓક્શનમાં થશે સામેલ

આ વખતે મેગા ઓક્શનમાં કે.એલ રાહુલ, રિષભ પંત, શ્રેયસ અય્યર, મોહમ્મદ શમી, ઈશાન કિશન, અર્શદીપ સિંહ, ગ્લેન મેક્સવેલ, જોસ બટલર અને માર્કસ સ્ટોઈનિસ જેવા મોટા ખેલાડીઓ સામેલ થશે.

રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી

ચેન્નાઈ સુપર કિંગ્સ: રૂતુરાજ ગાયકવાડ, મતિશા પથિરાના, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની

દિલ્હી કેપિટલ્સ: અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, રજત પાટીદાર, યશ દયાલ

સનરાઇઝર્સ હૈદરાબાદ: પેટ કમિન્સ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ

ગુજરાત ટાઇટન્સ: રાશિદ ખાન, શુભમન ગિલ, સાઇ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન

લખનૌ સુપર જાયન્ટ્સ: નિકોલસ પુરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસીન ખાન, આયુષ બદોની

મુંબઈ ઈન્ડિયન્સ: જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, તિલક વર્મા

પંજાબ કિંગ્સ: શશાંક સિંહ, પ્રભસિમરન સિંહ

રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, સંદીપ શર્મા

આ સમાચાર શેર કરો