Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL Cricketer Abhishek Porel Arrested: Rape and Private Video Recording Charges

VIDEO: IPL ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડ:  દુષ્કર્મ અને પ્રાઇવેટ વિડિયો રેકોર્ડ કરવાનો આરોપ

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના વિકેટકીપર-બેટ્સમેન (Wicketkeeper-Batsman) અને આઈપીએલ (IPL) ક્રિકેટર અભિષેક પોરેલ (Abishek Porel) ની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. લગ્નની ખોટી લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવાના અને પ્રાઇવેટ પળો (Private Moments) રેકોર્ડ કરવાના ગંભીર આરોપો હેઠળ મંગળવારે પશ્ચિમ બંગાળના હુગલીમાંથી પોલીસે તેમની સત્તાવાર ધરપકડ (Arrest) કરી છે.

App Store

મેડિકલ વિદ્યાર્થીનીએ નોંધાવી ફરિયાદ

આ મામલો હુગલીના મોગરા પોલીસ સ્ટેશન (Mogra Police Station) માં એક મેડિકલ વિદ્યાર્થીની (Medical Student) ની ફરિયાદ બાદ સામે આવ્યો છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે અભિષેક પોરેલે લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. બંને પરિવાર વચ્ચે લગ્નની વાતચીત પણ ચાલી રહી હતી, પરંતુ પાછળથી તેને ક્રિકેટરના અન્ય મહિલાઓ સાથેના સંબંધો વિશે જાણવા મળ્યું હતું.

FIR માં ૧૯ ગંભીર કલમો દાખલ

પોલીસ એફઆઈઆર (FIR) માં કુલ ૧૯ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે:

પ્રાઇવેટ પળોનું રેકોર્ડિંગ: પોરેલ પર અંગત પળોને કેમેરામાં રેકોર્ડ કરવાનો આરોપ છે.

શારીરિક અને માનસિક ત્રાસ: પીડિતાને ગેરકાયદેસર રીતે નજરકેદ રાખવાનો, ખાવાનું ન આપવાનો અને માનસિક ત્રાસ આપવાનો આરોપ છે.

ઘટનાનું સ્થળ: આ કથિત ઘટના ૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ દિલ્હી ખાતે બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

હાઈકોર્ટનો આદેશ અને કાનૂની કાર્યવાહી

કલકત્તા હાઈકોર્ટ (Calcutta High Court) ના આદેશ બાદ પોલીસે મંગળવારે સવારે અભિષેક પોરેલની અટકાયત કરી હતી અને કલાકોની પૂછપરછ બાદ બપોરે ધરપકડ કરી હતી. કોર્ટે પોલીસને અભિષેક પોરેલના તમામ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ (Electronic Devices) જપ્ત કરવાનો અને પીડિતાના ફોટા વાયરલ ન થાય તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.

ધરપકડ બાદ ક્રિકેટરનું મેડિકલ પરીક્ષણ (Medical Examination) કરાવવામાં આવ્યું હતું અને તેમને ચિંચુડા કોર્ટ (Chinsurah Court) માં રજૂ કરવામાં આવ્યા છે.