Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL business surges 11.4%, RCB No.1 with brand value of 2,964 crores!

VIDEO: IPLના બિઝનેસમાં 11.4% નો તોતિંગ ઉછાળો, 2,964 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે RCB નંબર-1!

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

IPL દુનિયાની સૌથી અમીર ક્રિકેટ લીગ જ નહીં પરંતુ ખેલાડીઓનું જીવન બદલી નાખનારું મંચ બની ચૂક્યું છે. 2008માં શરૂ થયેલી ઇન્ડિય પ્રીમિયર લીગ આજે 20 બિલિયન યુએસ ડોલર (1.90 લાખ કરોડ રૂપિયા) કરતાં પણ વધુનો બિઝનેસ બની ચૂક્યું છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક હૂલીહાન લોકી (Houlihan Lokey) એ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં IPLની કુલ બિઝનેસ વેલ્યુ 20.6 બિલિયન ડોલર બતાવવામાં આવી છે, જે લગભગ 1.96 લાખ કરોડ રૂપિયાના બરાબર છે.

App Store

RCB અને રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીની માલિકીમાં થયેલો ફેરફાર

તમને યાદ અપાવી દઈએ કે ચાલુ વર્ષે 2 ફ્રેન્ચાઇઝીના માલિક પણ બદલાયા હતા, જેમાં RCB ફ્રેન્ચાઇઝીને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ, બ્લેકસ્ટોન અને આદિત્ય બિરલા ગ્રુપે મળીને 1.78 બિલિયન ડોલરમાં ખરીદી હતી. બીજી તરફ રાજસ્થાન રોયલ્સને મિત્તલ પરિવાર અને અદાર પૂનાવાલાએ મળીને 1.65 કરોડ રૂપિયામાં ખરીદી હતી. માત્ર IPL જ નહીં પરંતુ ટીમોની બ્રાન્ડ વેલ્યુ પણ આકાશને અડી રહી છે.

1.96 લાખ કરોડનું IPL

હૂલીહાન લોકી દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર આ વખતે IPLની બિઝનેસ વેલ્યુમાં 11.4 ટકાનો વધારો થયો છે. પ્રતિ મેચ વેલ્યુએશનની વાત કરીએ તો IPL હવે માત્ર અમેરિકન ફૂટબોલ લીગ NFLથી પાછળ છે. માત્ર IPLની જ બ્રાન્ડ વેલ્યુમાં 4.3 બિલિયન ડોલર (4.085 લાખ કરોડ રૂપિયા) નો વધારો થયો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર લીગની સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી

ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી કિંમતી એટલે કે મોસ્ટ વેલ્યુએબલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે. RCBની બ્રાન્ડ વેલ્યુ 16 ટકા વધીને 312 મિલિયન યુએસ ડોલર (2,964 કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે, અને તે એવી પહેલી ટીમ પણ છે, જેની વેલ્યુએશન 300 મિલિયન ડોલર (2,850 કરોડ રૂપિયા) ને પાર પહોંચી છે. જ્યારે 2025માં બેંગ્લોરની વેલ્યુ 269 મિલિયન ડોલર (2,555.5 કરોડ રૂપિયા) થઈ જતી હતી.

IPL ટીમોની બ્રાન્ડ વેલ્યુનું વર્તમાન રેન્કિંગ

સૌથી વધુ વેલ્યુએબલ ટીમોના મામલે મુંબઈ ઇન્ડિયન્સ બીજા સ્થાને છે, જેની વેલ્યુ 264 મિલિયન ડોલર (2,508 કરોડ રૂપિયા) થઈ ગઈ છે. વળી 245 મિલિયન ડોલર (2,327.5 કરોડ રૂપિયા)ની વેલ્યુ સાથે કોલકાતા નાઇટ રાઇડર્સ ત્રીજા સ્થાને છે. ત્યાર પછી 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો નંબર આવે છે.

કઈ ટીમની બ્રાન્ડ વેલ્યુ કેટલી? (95/પ્રતિ ડોલરના આધારે)

RCB - 312 મિલિયન ડોલર (2,964 કરોડ રૂપિયા)
MI - 264 મિલિયન ડોલર (2,508 કરોડ રૂપિયા)
KKR - 245 મિલિયન ડોલર (2,327.5 કરોડ રૂપિયા)
CSK - 244 મિલિયન ડોલર (2,318 કરોડ રૂપિયા)
SRH - 168 મિલિયન ડોલર (1,596 કરોડ રૂપિયા)
RR - 161 મિલિયન ડોલર (1,529.5 કરોડ રૂપિયા)
PBKS - 158 મિલિયન ડોલર (1,501 કરોડ રૂપિયા)
GT - 157 મિલિયન ડોલર (1,491.5 કરોડ રૂપિયા)
DC - 156 મિલિયન ડોલર (1,482 કરોડ રૂપિયા)
LSG - 122 મિલિયન ડોલર (1,159 કરોડ રૂપિયા)